સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

World Television Day: જાણો શા માટે 21 નવેમ્બરે મનવાય છે વર્લ્ડ ટેલિવિઝન ડે ? શા માટે મનાવાય છે વર્લ્ડ ટેલિવિઝન ડે

11:00 AM Oct 30, 2023 IST | Natvar Jadav

દર વર્ષની 21 નવેમ્બરના રોજ વર્લ્ડ ટેલિવિઝન ડેની ઉજવણી કરવામાં આવે છે. ટેલિવિઝનનું આપણા જીવનમાં તેમજ ઈન્ફરમેશન પહોંચાડવામાં અનેરુ મહત્વ રહેલું છે. અંદાજીત 95 વર્ષ પહેલા ટેલિવિઝનની શરૂઆત થઈ હતી. ટેલિવિઝનની લોકપ્રિયતા ધીરે ધીરે વધતી ગઈ. લોકો ટેલિવિઝન જોવાનું પસંદ કરવા લાગ્યા. ટેલિવિઝન દ્વારા લોકોને માહિતી મળવા લાગી હતી જેને કારણે UN General Assemblyએ 17 ડિસેમ્બર 1996માં જાહેરાત કરી કે 21 નવેમ્બરે વર્લ્ડ ટેલિવિઝન ડે ઉજવવામાં આવશે.

જાણો શા માટે 21 નવેમ્બરે મનવાય છે વર્લ્ડ ટેલિવિઝન ડે ?

આજે દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ હોય છે પરંતુ આપણા જીવનમાં ટેલિવિઝનનું વિશેષ સ્થાન રહેલું છે. પરંતુ જ્યારે ટેલિવિઝનનો આવિષ્કાર થયો તે સમય દરમિયાન રેડિયો માત્ર મનોરંજનનું સાધન હતું. રેડિયોની બોલબાલા વચ્ચે ટીવીની શરૂઆત થતા લોકોએ ટીવીને લઈ વિરોધ કર્યો હતો. પરંતુ સમયની સાથે સાથે લોકોની રૂચી ટીવી પ્રત્યે વધવા લાગી. અને ટીવીએ આપણા જીવનમાં એક મહત્વનું સ્થાન લઈ લીધું હતું.

ટેક્નોલોજી જેમ જેમ વિકસીત થતી રહી તેમ તેમ ટીવીની સાઈઝમાં પણ ચેન્જ આવવા લાગ્યો છે. આપણા જીવન પર અને સમાજ પર ટેલિવિઝનની ઘણી અસર પડે છે. ટીવીમાં જે માહિતી આપવામાં આવે છે તેની સીધી અસર આપણા જીવન પર થતી હોય છે. ટીવી પર માહિતીની સાથે સાથે મનોરંજન પણ પીરસવામાં આવે છે. આપણા જીવનમાં વધતા ટેલિવિઝનનું મહત્વ જોતા વર્લ્ડ ટેલિવિઝન ફોરમની રચના કરવામાં આવી હતી. આ ફોરમ બનાવા પાછળનો ઉપદેશ્ય એ હતો કે બદલાતા વિશ્વમાં ટીવીના યોગદાનને લોકોની સમક્ષ લાવવાનો હતો.

વિશ્વ ટેલિવિઝન દિવસ: ઉજવણી

વિવિધ લોકો એકસાથે મળે છે અને વિશ્વ ટેલિવિઝન દિવસનો પ્રચાર કરે છે જેમાં પત્રકારો, લેખકો અને બ્લોગર્સનો સમાવેશ થાય છે જેઓ પ્રિન્ટ મીડિયા, બ્રોડકાસ્ટ મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા ટેલિવિઝનની ભૂમિકા વિશે તેમના મંતવ્યો ફેલાવે છે અને શેર કરે છે. શાળાઓમાં, ઘણા અતિથિ વક્તાઓ મીડિયા અને સંદેશાવ્યવહારના મુદ્દાઓ વિશે વાત કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે. તેઓ આપણા જીવનમાં ટેલિવિઝનની ભૂમિકા શું છે, ટેલિવિઝન સાંસ્કૃતિક વિવિધતા અને સામાન્ય સમજણને કેવી રીતે પ્રોત્સાહન આપે છે, તે લોકશાહી અને ટેલિવિઝન વચ્ચે કેવી રીતે જોડાણ પ્રદાન કરે છે અને સામાજિક, રાજકીય અને આર્થિક વિકાસમાં ટેલિવિઝનની ભૂમિકા જેવા વિષયોની ચર્ચા કરે છે. લોકશાહી, શાંતિ અને વિશ્વ સ્થિરતા માટે ટેલિવિઝનના મહત્વની રૂપરેખા આપવા માટે, સમગ્ર વિશ્વમાં વિવિધ પરિષદો અને વ્યાખ્યાનો યોજવામાં આવે છે. આ દિવસ સમાજને અસર કરતા મહત્વપૂર્ણ મુદ્દાઓ અને ઘટનાઓ વિશે નિષ્પક્ષ માહિતી પ્રદાન કરવામાં ટેલિવિઝન મીડિયાના વિકાસને ટેકો આપવા માટે સરકારો, સંસ્થાઓ અને વ્યક્તિઓની ભૂમિકાને પણ નવીકરણ કરે છે.

Tags :
world television day
Next Article