For the best experience, open
https://m.socioeducations.com
on your mobile browser.
Advertisement

GPSSB: જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાનું પરિણામ જાહેર, જુઓ સિલેકશન લિસ્ટ

08:38 PM Aug 19, 2023 IST | admin
Advertisement
gpssb  જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાનું પરિણામ જાહેર  જુઓ સિલેકશન લિસ્ટ
જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાનું પરિણામ જાહેર

GPSSB Final Selection List 2023: છેલ્લા ઘણા સમયથી જેની ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા તેવી તલાટી અને જુનિયર કલાર્કની પરીક્ષાનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન IPS હસમુખ પટેલે જાહેરાત કરી છે. આઇપીએસ હસમુખ પટેલે ટ્વીટ કરતા લખ્યું હતું કે તલાટી કમ મંત્રીની 3437 જગ્યા માટે અને જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટેનું ફાઈનલ સિલેકટ લિસ્ટ આજરોજ મંડળની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાનું પરિણામ જાહેર

તમને જણાવી દઈએ કે, આ પરીક્ષાના ફાઇનલ સિલેક્શન લિસ્ટ વેબસાઈટ ઉપર મુકી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ રાજ્યના હજારો ઉમેદવારોએ રિઝર્લ્ટ આવી જતા ખુશી વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે, 9 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્ક અને 7 મેના રોજ તલાટીની પરીક્ષા લેવામાં આવી હતી.

તલાટી અને જુનિયર કલાર્ક પરિણામ 2023

ફાઇનલ સિલેક્શન લિસ્ટની જાહેરાત થતા લાંબા સમયથી પરિણામની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ અને સ્ટાફની મહેનતથી પરીક્ષાની માફક પરિણામ પણ ઝડપથી આવી ગયું છે.

ગ્રામપંચાયત સેક્રેટરીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ યોજાયેલી ગ્રામપંચાયત સેક્રેટરી (તલાટી-કમ-મંત્રી)ની સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોનું પ્રોવિઝનલ રિઝલ્ટ મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in ઉપર મૂકવામાં આવ્યું હતું, ઉમેદવારો પોતાના માર્ક્સ જોઈને પ્રિન્ટ કરી શકશે, સાથોસાથ પ્રમાણપત્ર ચકાસણી હેતુ માટેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પણ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જેમાં સમાવિષ્ટ ઉમેદવારોનાં પ્રમાણપત્રોની ચકાસણીની પ્રક્રિયા સૂચના/જાહેરાત હવે પછી મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ થશે. આ માટેની ચોક્કસ તારીખ-સમયગાળો અને એ માટેની વિસ્તૃત સૂચનાઓ હવે પછી મંડળની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

જુનિયર ક્લાર્કની પરીક્ષામાં સમય ઓછો મળ્યો

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. 9 એપ્રિલે રાજ્યનાં 3 હજાર કેન્દ્ર પર 9.53 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષાર્થી નોંધાયા હતા. બપોરે 12.30 કલાકથી શરૂ થયેલી પરીક્ષા 1.30 વાગ્યા સુધી એક કલાક પરીક્ષા ચાલી હતી. પંચાયતના જુનિયર ક્લાર્કના પરીક્ષા યોજાઈ હતી, પરંતુ પરીક્ષાનું પેપર લાંબું લાગ્યું હતું અને સમય ટૂંકો પડ્યો હતો.

હસમુખ પટેલે ટ્વીટ કરી આપી માહિતી

પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે આ જાહેરાત કરી છે. તેમણે લખ્યું કે, 3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્ક માટેનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, 9 એપ્રિલના રોજ યોજાયેલી જુનિયર ક્લાર્ક અને 7 મેના રોજ લેવામાં આવેલી તલાટી કમ મંત્રીનું પરિણામ 16 જૂને જાહેર કરાયું હતું. આ ઉપરાંત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા એક સાથે પરિણામ જાહેર કર્યું હતું. આ સાથે જ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની એક યાદી પણ જાહેર કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, તલાટીની પરીક્ષા પૂરી થતાં જ પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, જૂન મહિનામાં તલાટી મંત્રીની પરીક્ષાનું રિઝલ્ટ આપવાની અમારી નેમ હતી. જે તેમણે આજે સાચી સાબિત થઈ.

ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાણવા માટેઅહીં ક્લિક કરો
તલાટીની પરીક્ષાનું પરિણામ જાણવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
Tags :