સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

Voter ID Card Photo Change Process: ચૂંટણી કાર્ડમાં કેવી રીતે ફોટો બદલવો, જાણો અહીંથી

05:26 PM Dec 17, 2023 IST | Natvar Jadav
Voter ID Card Photo Change Process

Voter ID Card Photo Change Process: સરકાર દ્વારા જારી કરાયેલ મતદાર આઈડી કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. લોકો પોતાની ઓળખ રજીસ્ટર કરવાના હેતુથી તેને પોતાની સાથે લઈ જાય છે. આપણી પાસે રહેલા વિવિધ ગવર્નમેન્ટ ડોકયુમેન્ટ પૈકી Voter ID Card એ અગત્યનુ ડોકયુમેન્ટ છે. આપણી પાસે Voter ID Card ઘણુ જુનુ હોવાથી અને ઘણા સમય પહેલા કઢાવેલ હોવાથી આપણો ફોટો તેમા ખૂબ જ જુનો અને ખરાબ દેખાતો હોય છે. ઘણા લોકો આ ફોટો બદલવા માંગતા હોય છે પરંતુ કઇ રીતે ફોટો બદલવો તેની પ્રોસેસ ખબર ન હોવાથી ફોટો બદલી શકતા નથી. આજે આ પોસ્ટમા આપણે ચૂંટણી કાર્ડમા ફોટો બદલવાની પ્રોસેસ જાણીશુ.

Voter ID Card

18 વર્ષથી ઉપરના દરેક લોકો પાસે Voter ID Card હોય છે. ચૂંટણી કાર્ડની ચૂંટણી વખતે મતદાન કરતી વખતે અને વિવિધ જગ્યાએ ઓળખના પુરાવા તરીકે ઉપયોગ થાય છે. આપણી પાસે રહેલ ચૂંટણી કાર્ડ મા ફોટો ખૂબ જ જુનો અને ખરાબ દેખાતો હોય છે, તે અપડેટ કરાવેલ ન હોવાથી ઘણો જુનો ફોટો દેખાતો હોય છે.

ચૂંટણી કાર્ડમાં ફોટો બદલવા શું કરવું

ચૂંટણી કાર્ડમા ફોટો તમે 2 રીતે અપડેટ કરાવી શકો. ઓનલાઇન અને ઓફલાઇન. આ બન્ને રીતે ફોટો અપડેટ કરવાની માહિતી નીચે મુજબ છે.

ઓફલાઇન પ્રોસેસ

ચૂંટણી કાર્ડમા ફોટો અપડેટ કરવા માટે તમે ઓફલાઇન પણ પ્રોસેસ કરી શકો છો. આ માટે તમારે તમારા વિસ્તારના બીએલઓ પાસે જવાનુ રહેશે. ખાસ કરીને જયારે મતદાર યાદિ સુધારણા કાર્યક્રમ ચાલતો હોય ત્યારે ખાસ ઝૂંબેશના દિવસો દરમિયાન તમારા વિસ્તારના ચૂંટણી બુથ પર બીએલઓ ને મળી ત્યા તમારૂ ચૂંટણી કાર્ડના વિગતો અને પાસપોર્ટ સાઇઝનો ફોટો આપવાથી ફોર્મ નં. 8 ભર્રી મતદારયાદિ મા ફોટો અપડેટ કરી શકાય છે.

ચૂંટણી કાર્ડમાં ઓનલાઈન ફોટો કેવી રીતે બદલવો

તમને જણાવી દઈએ કે, આ રેફરન્સ નંબરની મદદથી તમે તમારી અરજીનું સ્ટેટસ ચેક કરી શકો છો. એપ્લિકેશન સબમિટ કર્યા પછી, તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇમેઇલ ID પર મેસેજ પણ મોકલવામા આવશે. તમે 30 દિવસ પછી અથવા જ્યારે આગામી મતદાર યાદી આવશે, ત્યારે મતદાર આઈડી કાર્ડમાં અપડેટ થયેલો ફોટો જોઇ શકસો.

Tags :
Chutani CardElecctionVoterVoter ID Card
Next Article