For the best experience, open
https://m.socioeducations.com
on your mobile browser.
Advertisement

ઉત્તરાયણ 2024: Wishes, Quotes, Shayari and Images in Gujarati

07:07 PM Jan 09, 2024 IST | admin
Advertisement
ઉત્તરાયણ 2024  wishes  quotes  shayari and images in gujarati
ઉત્તરાયણ 2024: Wishes, Quotes, Shayari and Images in Gujarati

ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) 2024: નવા વર્ષ નો પહેલો તહેવાર એટલે કે Makar Sankranti. ગુજરાતમાં તેને ઉત્તરાયણના નામથી પણ ઓળખવામાં આવે છે. અને દર વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરી ના દિવસે ઉજવવામાં આવે છે. ઘણા બધા લોકો Uttarayan ના દિવસે Makar Sankranti in Gujarati માં શુભકામનાઓ શોધતા હોય છે, તેમના માટે આજે હું Makar Sankranti Wishes in Gujarati અથવા Happy Uttarayan Wishes Gujarati નું લિસ્ટ લાવ્યો છું.

મકરસંક્રાતિનો તહેવાર કેવી રીતે ઉજવાય છે

સૌનો પ્રિયમાં પ્રિય તહેવાર એટલે ઉતરાયણ(મકરસંક્રાતિ)! પતંગોનો મહોત્સવ! પ્રતિ વર્ષ આપણે જાન્યુઆરીની ચૌદમી તારીખે ઉત્તરાયણનો તહેવાર ઉજવીએછીએ , એની મજા લૂંટીએ છીએ. ખાસ કરીને આપણે ભૌગોલિક દ્ર્ષ્ટિએ જોવા જઈએ તો 22 મી ડિસેમ્બરથી જ સૂર્યઉતર દિશા તરફ ખસવા માંડે એટલે કે સૂર્યનું ઉત્તરાયણ 22 મી ડિસેમ્બરથી જ થાય છે. પરંતુ કોઈ જાણે કેમ આપણે વર્ષોથી 23 જેટલા દિવસ જવા દઈએ 14મી જાન્યુઆરીએ(પછી એ દિવસે વિક્રમ સંવતની તિથિ ગમે તે હોય) ઉત્તરાયણ ઉજવાય છે.

ઉત્તરાયણ 2023: Wishes, Quotes, Shayari and Images in Gujarati

ઉત્તરાયણના રોજ વહેલી સવારથી જ પતંગના શોખીનો ઠંડીની પરવા કર્ય વિના હાથે ગરમ મોજાને સાથે ગરમ ટોપી ચડાવીને પતંગ યુદ્ધ નો મંગલ પ્રારંભ કરી દે છે. આઠ નવ વાંગતામાં તો આખું આકહાશ રંગબેરંગી પતંગોથી એવું છવાઈ જાય છે આ નવા પકીઓ કયાંથી આવ્યા તેની ચિંતામાં ને ગભરામણમાં કાગડા કાબર કબૂતર અને સમડી ઉડાઉડ કરી મૂકે છે . સમડીની મોટી પાંખમાં પતંગની દોરી ભરાઈ જવાના તો ઘણા બનાવા બને છે.

ઉત્તરાયણ (મકરસંક્રાંતિ)

મિત્રો અને પરિવારના સભ્યો ને પાઠવી શકાય તેવી મકરસંક્રાંતિ ની શુભકામના, Happy Uttarayan Wishes Gujarati, Uttarayan Quotes in Gujarati, Makar Sankranti Wishes in Gujarati, ઉત્તરાયણ શાયરી, Uttarayan Poem in Gujarati અને Uttarayan Status in Gujarati નું લિસ્ટ નીચે મુજબ છે.

Uttarayan Wishes in Gujarati

ભગવાન સૂર્યની પ્રાર્થના કરો અને દિવસની ઉજવણી પતંગ ઉડાવીને કરો, કારણ કે આ એક પાકની મોસમ છે.

💐 તમને સૌને મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ 💐

Uttarayan Wishes in Gujarati 2024

Makar Sankranti Quotes in Gujarati
Makar Sankranti Quotes in Gujarati

Makar Sankranti Quotes in Gujarati

આતો દુનિયાની રસમ એને નડે છે,
બાકી દોરી થી અલગ થવાનું પતંગને ક્યાં ગમે છે,
પણ શાયદ નસીબમાં જ છે એનું કપાવાનું,
એટલે ઘણા હાથમાં એ ચગે છે.

🌹 ઉત્તરાયણ ની શુભકામના 🌹

ઉત્તરાયણ ની શુભકામનાઓ

Uttarayan Poem in Gujarati 2024

તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર,
લઇ જાયે છે ઉડાવીને તું કઈ કોર,

તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર,
લઇ જાયે લઇ જાયે છે તું કઈ કોર,

બાજી જે હારી છે, પાછી લગાડી છે,
મનડું જુગારી છે આ કેવું ડફોળ.

લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે.

🌸 ઉત્તરાયની હાર્દિક શુભકામનાઓ 🌸

મકરસંક્રાંતિ ના દિવસે સુરજ ધનુ રાશિ માંથી મકર રાશિ માં પ્રવેશે છે, અને સાથે જ સૂર્ય થોડો ઉત્તર દિશા તરફ પણ ખસે છે. આ તહેવાર ભારત ના પાડોશી દેશ નેપાળ અને બાંગ્લાદેશ માં પણ ઉજવવામાં આવે છે. બધા લોકો વહેલી સવારથી લઈને સાંજ સુધી છત પર પતંગ ચગાવીને આનંદ માણતા હોય છે.

Uttarayan Status in Gujarati 2024

Makar Sankranti Wishes in Gujarati 2024 ની સાથે-સાથે હવે તો સોશ્યલમીડિયા માં ઉત્તરાયણ ના status મુકવાનો પણ ક્રેઝ આવીઓ છે. તમને મદદરૂપ થાય તેવું જ એક સુંદર Uttarayan Status in Gujarati નીચે આપ્યું છે.

ગુજરાતમાં લોકો શેરડી, બોર, તલ અને મમરાના લાડુ ખાય છે, અને બધાને ખવડાવે પણ છે. લોકો વહેલી સવારે ગાયોને ઘાસ-ચારો નાખી પુણ્ય પણ કરે છે. સાંજના સમયે તો આખું આભ પતંગ થી રંગેબીરંગી થઇ જાય અને લોકો ‘કાયપો છે’ જેવી બૂમો પણ પડતા હોય છે.

ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) 2024

ઉત્તરાયણના દિવસે વર્ષની સૌથી લાંબી રાત ભારતમાં ૧૩:૧૨ કલાકની અને દિવસ ૧૦:૪૮ કલાકનો હોય છે. જ્યારે ૨૧ જુને દક્ષિણાયનના દિવસે આનાથી વિપરીત. વર્ષમાં બે દિવસ એટલે કે ૨૧ ડિસેમ્બરે સૌથી લાંબી રાત અને ૨૧ જૂને સૌથી લાંબો દિવસ હોય છે. સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધ પર સીધા પડતાં હોવાથી ઉત્તર ગોળાર્ધમાં લાંબી રાત્રિઓનો સમય હોય છે. આ સમયને ઉત્તરાયણ પણ એટલે જ કહે છે. ૨૨ ડિસેમ્બરથી ૨૧ જૂન સૂધી દિવસ મોટો થતો જશે. જે ૨૧ જૂને દિવસ સૌથી મોટો હસે અને રાત સોથી નાની. આ દિવસને દક્ષિણાયન કહે છે.

મકર સંક્રાંતિ ઉત્તરાયણથી અલગ હોય છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે મકર સંક્રાંતિ શરૂ થાય છે, જે ૧૪ જાન્યુઆરીની આસપાસ નો સમય હોય છે. ઇ.સ. ૨૦૧૬નાં જાન્યુવારી મહિનામાં ખગોળીય દૃષ્ટીએ મકર સંક્રાંતિ ૧૪ જાન્યુવારીના બદલે ૧૫ જાન્યવારીના દિવસે હતી.

મકરસંક્રાંતિ મુહૂર્ત 2024

મકરસંક્રાંતિ, 14 જાન્યુઆરી, 2024 ને સોમવાર

  • મકરસંક્રાંતિ પુણ્યકાળ – 07:15 AM થી 05:46 PM
  • સમયગાળો – 10 કલાક 31 મિનિટ
  • મકર સંક્રાંતિ મહા પુણ્ય કલા – 07:15 AM થી 09:00 AM
  • સમયગાળો – 01 કલાક 45 મિનિટ

મકર સંક્રાંતિનો સમય – 08:57 PM

આશા રાખું છું કે, તમને આમરી આ મકરસંક્રાંતિ (ઉત્તરાયણ) 2024 ની પોસ્ટ પસંદ આવી હશે. તમારા મન માં પણ કોઈ Uttarayan Quotes in Gujarati 2024 કે ઉત્તરાયણ શાયરી હોય તો નીચે કોમેન્ટ માં લખો અને આવી જ તહેવારો ને લગતી પોસ્ટો નો આનંદ માણવા માટે આમરી Website ની મુલાકાત લેતા રહો.

  1. 2024 માં ઉત્તરાયણ ક્યારે છે?

    મકરસંક્રાંતિ, 14 જાન્યુઆરી, 2024 ને સોમવાર

  2. પતંગનો ઉત્સવ ક્યારે યોજાય છે?

    પતંગનો ઉત્સવ જાન્યુઆરીમાં યોજાય છે. (આમ, સૂર્ય ઉત્તર તરફ ખસવાનુ ચાલુ કરે તે દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણનો પ્રારંભ ૨૧ થી ૨૨ ડીસેમ્બર થી થાય છે.)

  3. પતંગોના ઉત્સવનું બીજું નામ શું છે?

    મકર સંક્રાંતિ

  4. ઉત્તરાયણને કેમ અલગ-અલગ નામથી ઓળખવામાં આવે છે?

    રાજસ્થાન અને ગુજરાત

    મકર સંક્રાંતિ પર રાજસ્થાન અને ગુજરાતમાં પતંગ ઉડાવવાની પરંપરા છે. જેના કારણથી ગુજરાતમાં પતંગ મહોત્સવ નામથી તેની ઉજવણી કરવામાં આવે છે. પતંગ ઉડાવવા સિવાય આ દિવસે ઘરમાં સૂર્ય પૂજા કરવા માટે ઘેવર, તલના લાડુ પણ બનાવવામાં આવે છે.

    તમિલનાડુ

    મકર સંક્રાંતિના તહેવારને તમિલનાડુમાં પોંગલના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે લોકો ઘરમાં સ્વચ્છતા કરીને આંગણામાં ચોખાના લોટથી રંગોલી બનાવે છે. તે બાદ માટીના વાસણમાં ખીર બનાવે છેપહેલા સૂર્ય દેવને લગાવવામાં આવે છે. તમિલનાડુમાં આ તહેવાર 4 દિવસ સુધી મનવવામાં આવે છે.

    ઉત્તર પ્રદેશ

    મકર સંક્રાંતિનો તહેવાર ઉત્તર પ્રદેશમાં ખૂબ ધૂમધામથી મનાવવામાં આવે છે. આ દિવસે ઘરમાં અડદની દાળની ખીચડી બનાવીને ખાવાની શુભ માનવામાં આવે છે. તે સિવાય લોકો આ દિવસે તલના લાડુ, તલની ગજક અને મગફળીની ચિક્કી બનાવીને પણ ખાય છે.

    બિહાર – ઝારખંડ

    મકરસંક્રાંતિના તહેવાર પર બિહાર અને ઝારખંડમાં ખીચડીની સાથે દહીં-ચૂડા બનાવવાની પરંપરા છે. તે સિવાય અહીંના લોકો રાતના ભોજનમાં તલથી બનાવેલી વાનગી બનાવે છે.

    મહારાષ્ટ્ર

    મહારાષ્ટ્રમાં મકરસંક્રાંતિનો તહેવાર 3 દિવસ સુધી મનાવવામાં આવે છે. આ દરમિયાન મહારાષ્ટ્રની પારંપારિક પૂરન પોલી ખાવામાં આવે છે.

Tags :