For the best experience, open
https://m.socioeducations.com
on your mobile browser.
Advertisement

TAT EXAM 2023: ઉચ્ચતર માધ્યમિક માટે TATની પરીક્ષા જાહેર, 5 જુલાઈથી ફોર્મ ભરવાના શરૂ થશે

08:25 AM Jul 02, 2023 IST | admin
Advertisement
tat exam 2023  ઉચ્ચતર માધ્યમિક માટે tatની પરીક્ષા જાહેર  5 જુલાઈથી ફોર્મ ભરવાના શરૂ થશે
ઉચ્ચતર માધ્યમિક માટે TATની પરીક્ષા જાહેર

TAT EXAM 2023: છેલ્લા ઘણા સમયથી ઉચ્ચતર માધ્યમિક માટે TATની પરીક્ષાની આતુરતાથી રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TATની પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ આગામી 6 ઓગસ્ટના રોજ પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) લેવામાં આવશે. જ્યારે 17 સેપ્ટેમ્બરે મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) યોજાશે.

TATનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

TAT-HIGHER SECONDARY; શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક) TAT-HIGHER SECONDARY પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. TATની પરીક્ષા માટે 5 જુલાઈથી 15 જુલાઈ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. 5 જુલાઈથી 17 જુલાઈ સુધી ફી સ્વીકાર કરવામાં આવશે. ઉમેદવારો http://ojas.gujarat.gov.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ અને નેટ બેકિંગ મારફત ફી ભરી શકશે.

TATનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

નવી શિક્ષણ નીતિ મુજબ લેવાશે પરીક્ષા

TAT EXAM 2023 પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) 6 ઓગસ્ટના રોજ લેવાશે. જ્યારે 17 સપ્ટેમ્બરે મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક લેખિત સ્વરૂપ)નું આયોજન કરાયું છે. રાજ્ય પરીક્ષા બોર્ડે પરીક્ષા અંગે જાહેરાત કરી છે. આ પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવાશે.

25 જૂને યોજાઈ હતી TATની મેઈન્સ એક્ઝામ

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 25 જૂનના રોજ માધ્યમિક માટે TATની મુખ્ય પરીક્ષાનું આયોજન કરાયું હતું. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં પરીક્ષા યોજાઈ હતી. (TAT EXAM 2023) પ્રિલિમ પરીક્ષામાં પાસ થનારા 60 હજાર ઉમેદવારો આ પરીક્ષામાં સામેલ થયા હતા. રાજ્યના કુલ 225 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરાયું હતું. સવારે 10.30થી 1 વાગ્યા સુધી ભાષા સજ્જતાના પેપરની પરીક્ષા યોજાઈ હતી. જ્યારે બપોરે 3થી સાંજના 6 વાગ્યા સુધી વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્રનું પેપર લેવાયું હતું.

ફોર્મ ભરવાની વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

TATની પરીક્ષા ના ક્યારથી ફોર્મ ભરાશે ?

5 જુલાઈથી 15 જુલાઇ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે

TATની મુખ્ય પરીક્ષા ક્યારે લેવાશે ?

17 સપ્ટેમ્બરે લેવાશે મુખ્ય પરીક્ષા.