For the best experience, open
https://m.socioeducations.com
on your mobile browser.
Advertisement

Fake IPS officer: સુરતના ઉધના વિસ્તારમાંથી નકલી IPS અધિકારી ઝડપાયો, એમેઝોન પરથી વર્દી મંગાવી

10:13 AM Nov 07, 2023 IST | admin
Advertisement
fake ips officer  સુરતના ઉધના વિસ્તારમાંથી નકલી ips અધિકારી ઝડપાયો  એમેઝોન પરથી વર્દી મંગાવી

સુરત (Surat): આજકાલ નકલીનો જમાનો ચાલી રહ્યો છે, ત્યારે નકલ રાજ્યમાં એ હદે વ્યાપેલી છે કે નકલી ઘી, નકલી, દૂધ, નકલી પનીર, અન્ય ખાવાની વાનગી હતી. અને હવે ઇન્ડિયન પોલીસ સર્વિસના અધિકારી પણ નકલી જોવા મળ્યો છે. વાત કરીએ નકલની તો રાજ્યમાં જેમ થોડા મહિના અગાઉ PMO સાથે સંકળાયેલા એટલે કે નકલી PMO અધિકારી પકડાયા હતા. અને હવે સુરત જિલ્લાના ઉધના માંથી નકલી IPS પકડાયો છે.

આ નકલી IPS અધિકારી સંચાર ખાતામાં IPSની વરદી પેરીને ફરતો હતો. આરોપી મોહમ્મદ સમરેઝ મૂળ બિહારનો વતની છે. અને આરોપી સુરતના ઉના વિસ્તારમાં રહેતો હતો. તેની પાસેથી પોલીસ ને પ્લાસ્ટિકનું વૉકીટોકી પણ મળી આવી હતી.

નકલી IPS અધિકારીનો કેવી રીતે ભાંડો ફૂટ્યો?

ભાઠે ના વિસ્તારમાં થયેલ અકસ્માત તપાસ બાબતે પોલીસ ગઈ હતી, તે દરમિયાન પોલીસ ને શંકા જતા તેને ઝડપયો હતો. અકસ્માતમાં ના CCTV તપાસ કરતા આરોપીઓને પર શંકા ગઈ હતી. અને ત્યારે જ પોલીસે આધાર કાર્ડની માગણી કરતા સમગ્ મામલા નો ભાંડો ફૂટયો હતો. પોલીસની પૂછપરછ બાદ સામે આવ્યું હતું કે પકડાયેલ મોહમ્મદ સમરેઝ વાહન ચાલકો ને રોકી ને પૈસા પડાવતો હતો, તેમજ ઉઘરાણી કરતો હતો. ઉપરાંત નાણાં ભેગા કરી આરોપી વતન (બિહારમાં) નાસી છૂટવાનો હતો.

Fake IPS officer

એમેઝોન પરથી વર્દી મંગાવી

આ સાથે તેને જ્યારે પૂછવામાં આવ્યુ કે, આ ડ્રેસ ક્યાંથી લાવ્યો હતો? તેના જવાબમાં તેણે કહ્યુ કે, એમેઝોન પરથી મંગાવ્યો હતો. આ પહેરીને હું આમ જ ફરી રહ્યો હતો. મેં કોઇની પાસેથી પૈસા પડાવ્યા ન હતા. પહેરીને ફરવા માટે જ આ ડ્રેસ લીધો હતો.

હાલ તો પોલીસે નકલી IPSની (Fake IPS officer) ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના પરથી એક વસ્તુ ચોક્કસ છે કે નાગરિકો આવા કઠિયા લોકો થી સાવધાન રહેવાની જરૂર છે.

Tags :