For the best experience, open
https://m.socioeducations.com
on your mobile browser.
Advertisement

સિક્કિમ હરિયાણા અને હિમાચલ પ્રદેશના મનમોહક સ્થળો

05:20 PM Oct 12, 2022 IST | Natvar Jadav
Advertisement
સિક્કિમ હરિયાણા અને હિમાચલ પ્રદેશના મનમોહક સ્થળો

સિક્કિમ હરિયાણા અને હિમાચલ પ્રદેશના મનમોહક સ્થળો વિષે સંપૂર્ણ માહિતી મધ્ય પ્રદેશમાં ફરવા માટે ના સરસ સ્થળો જે તમને તેના વિષે જાણીને આનંદ થશે અને તમે ફરવા જાવ ત્યારે તમને થોડુંક વધારે સમજવા મળે તે માટે આ લેખને સાંપૂર્ણ વાંચવા વિનંતી.

સિક્કિમ

ગંગટોક: ચારે બાજુ ગગનચુંબી શિખરો વચ્ચે સ્થિત આ શહેર સિક્કિમની રાજધાની છે. અહીં ખેચિયો પાલી, કાંચનજંઘા ઉપવન, તેંદોંગ ટેકરી, ચાંગુ સરોવર, ખીણ, બૌદ્ધ મઠો તથા હસ્તકલા કારીગરીવાળાં ઘર જોવાં જેવાં છે. અહીં કાંચનજંઘા પરથી સૂર્યોદયનું દૃશ્ય જોવું એક લ્હાવો છે.

લાચુંગઃ પાણીના ધોધ અને પ્રાકૃતિક સૌંદર્યનું સ્થળ છે.

હરિયાણા

અંબાલાઃ આ વૈજ્ઞાનિક સાધનો તેમજ હવાઈદળનું તાલીમ મથક છે.

કુરુક્ષેત્રઃ મહાભારતનું ધર્મક્ષેત્ર તેમજ યુદ્ધક્ષેત્ર છે. અહીં બ્રહ્મ સરોવર તેમજ કલ્પના ચાવલા પ્લેનેટોરિયમ જોવાલાયક છે. અહીં 365થી વધુ મંદિરો આવેલાં છે. પિંજોર બગીચાઓ તેમજ એચ.એમ.ટી.નું કારખાનું આવેલું છે. ઠાણેસર : શેખચલ્લી તેમજ સૂફી સંતોની દરગાહ છે.

પાનીપતઃ ઇતિહાસની પ્રસિદ્ધ લડાઈનું સ્થળ છે. અહીં પાનીપતની ત્રીજી લડાઈ જ્યાં થઈ હતી તે જગ્યા-‘કાલા આમ', ત્રીજી લડાઈની સ્મારક શિલા, તેમજસુલતાન ઇબ્રાહીમ લોદીની કબર જોવાલાયક છે.

બંડખલઃ બે ટેકરીઓ વચ્ચે સ્થિત રમ્ય સરોવર આવેલું છે.

સૂરજકુંડઃ ઠંડા પાણીનું સરોવર છે.

હિમાચલ પ્રદેશ

શિમલા: 2130 મીટર ઊંચાઈ પર આવેલું હવા ખાવાનું ઉત્તમ સ્થળ તેમજ હિમાચલ પ્રદેશની રાજધાની છે. અહીં ટૉય ટ્રેન, ગ્લેન પિકનિક સ્પૉટ, સમર હિલ, પ્રૉસ્પેક્ટ હિલ, હનુમાન મંદિર તેમજ તારાદેવી મંદિર જોવાલાયક છે.

કસૌલીઃ હવા ખાવાનું ઉત્તમ સ્થળ છે.

કાંગડા: હિન્દુઓનું તીર્થસ્થળ છે. અહીં 51 શક્તિપીઠો પૈકીની એક વજેશ્વરી માતાનું મંદિર આવેલું છે. આ શહેર લઘુચિત્રશૈલીનું કેન્દ્ર છે.

કુફ્રી: શિમલા પાસે આવેલ આ શહેર બરફમાં રમાતી રમતો માટે પ્રસિદ્ધ છે.

કુલ્લુઃ પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું લોકપ્રિય ગિરિનગર છે. અહીં મહાદેવ મંદિર જોવાલાયક છે.

ચંબાઃ લોકપ્રિય ગિરિમથક છે. અહીં લક્ષ્મીનારાયણ, વજ્ર શ્વરી દેવી, ચામુંડા દેવી અને બીજાં મંદિરો, રંગમહાલ, ભૂરીસિંહ સંગ્રહાલય, ખીણો કુદરતી આકર્ષણ જમાવે છે.

શૈલઃ હવા ખાવાનું સ્થળ છે. અહીં પટિયાલાના મહારાજાનો પૅલેસ જોવાલાયક છે.

જ્વાળામુખીઃ જ્વાળામુખી માતાજીનું મંદિર આકર્ષક છે. ભૂગર્ભમાં પાણીમાં થઈને ઉપર આવતાં દહનશીલ વાયુની સાત અખંડ જ્યોતની પ્રાકૃતિક ઘટનામાં શ્રદ્ધાળુઓ માતાના ચમત્કારિક સ્વરૂપને જુએ છે.

ડૅલહાઉઝી: 2039 મીટરની ઊંચાઈ પર પાંચ ટેકરીઓ પર વસેલું ગિરિમથક છે. અહીં સુભાચોક, કાલાપોત અભયારણ્ય, પંજપુલ્લા, મોતી ટિબ્બા વગેરે જોવા જેવાં છે.

ધર્મશાલા: હવા ખાવાનું સ્થળ તેમજ તિબેટના ધર્મગુરુ દલાઈલામાનું સ્થાન છે. અહીં ભગસુથાન ધોધ તેમજ તિબેટન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પર્ફોર્મિંગ આર્ટ જોવાં જેવાં છે.

નગરઃ રશિયન ચિત્રકાર નોકોલસ રોઈરિચની આર્ટ ગૅલેરી જોવાલાયક છે.

મનાલીઃ હવા ખાવાનું ઉત્તમ સ્થળ છે. અહીં રોહતાંગ પાસ, ભૃગુ લેક, માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ તથા તિબેટી મઠ જોવાં જેવાં છે.

સોલનઃ હવા ખાવાનું સ્થળ છે.

હેમકુંડઃ શીખ ધર્મીઓનું ગુરુદ્વારા આવેલું છે.

Socioeducations.comClick Here
સિક્કિમ હરિયાણા અને હિમાચલ પ્રદેશના મનમોહક સ્થળો
Tags :