સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

Republic Day Parade 2023: પ્રજાસત્તાક દિવસની પરેડમાં જોડાવા માંગો છો, આ રીતે બુક કરો

04:29 PM Jan 17, 2023 IST | admin
Republic Day Parade 2023: આ વર્ષે ભારત સરકાર દ્વારા ઓનલાઈન Invitation Management Portal (www.aamantran.mod.gov.in) લોન્ચ કરવામાં આવ્યું છે.

Republic Day Parade 2023: આ વર્ષે ભારત સરકાર દ્વારા ઓનલાઈન Invitation Management Portal (www.aamantran.mod.gov.in) લોન્ચ કરવામાં આવ્યું છે.

આમમંત્રણ પોર્ટલ : Aamantran Portal 2023

Republic Day Parade 2023: આ વર્ષે ભારત સરકાર દ્વારા ઓનલાઈન Invitation Management Portal (www.aamantran.mod.gov.in) લોન્ચ કરવામાં આવ્યું છે. કોઈપણ વ્યક્તિ આ વેબસાઈટ પર જઈને પરેડ માટે ટિકિટ બુક કરાવી શકે છે.

પ્રજાસત્તાક દિવસની પરેડમાં જોડાવા માંગો છો

મકરસંક્રાંતિનો તહેવાર બાદ હવે આ મહિને લોકો ભારતીય લોકશાહીના મોટા તહેવારોમાંથી એક એટલે કે ગણતંત્ર દિવસની રાહ જોઈ રહ્યા છે. ભારતમાં પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. વર્ષ 1950 માં આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને દેશને પ્રજાસત્તાકમાં પરિવર્તિત કરવામાં આવ્યો હતો. આ ખાસ અવસર પર, દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડ દિલ્હીના કર્તવ્ય પથ (પહેલાના રાજપથ) પર થાય છે.

પ્રજાસત્તાક દિવસની પરેડમાં જોડાવા માંગો છો

પરેડને લઈને સામાન્ય લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટાભાગના લોકો તેમાં જોડાઈને પરેડનો આનંદ માણવા ઈચ્છે છે, પરંતુઆ પરેડમાં કઈ રીતે જવું તેની માહિતી બધા વ્યક્તિ પાસે નથી આથી જ દરેક માટે તે શક્ય નથી. હવે 26મી જાન્યુઆરીના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. પરેડમાં હાજરી આપવા માટે ટિકિટ બુકિંગ શરૂ થઈ ગયું છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે પણ ટિકિટ બુક કરીને આ ખાસ પરેડનો ભાગ બની શકો છો.

સરકારે બહાર પાડ્યું Invitation Management Portal :

ભારત સરકાર દ્વારા પ્રજાસત્તાક દિવસની પરેડ 2023 માટે ટિકિટ બુક કરવા માટે એક ઓનલાઈન Invitation Management Portal (www.aamantran.mod.gov.in) શરૂ કરવામાં આવ્યું છે. કોઈપણ વ્યક્તિ આ વેબસાઈટ પર જઈને પરેડ માટે ટિકિટ બુક કરાવી શકે છે. જો આપણે ટિકિટના ભાવની વાત કરીએ તો તેની શરૂઆતની કિંમત 20 રૂપિયા, પછી 100 રૂપિયા અને મહત્તમ કિંમત 500 રૂપિયા છે.

આ રીતે ટિકિટ બુક કરો ઓનલાઇન :

જો તમે પણ આ વખતે પરેડમાં જવાનું મન બનાવી લીધું હોય, તો નીચે જણાવેલ સ્ટેપ્સને અનુસરીને તમારી ટિકિટ બુક કરી શકો છો.

  1. સૌ પ્રથમ aamantran.mod.gov.in પર જાઓ.
  2. વેબસાઈટ ખોલ્યા બાદ તમારે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
  3. નોંધણી દરમિયાન, તમારે તમારું નામ, સરનામું, જન્મ તારીખ અને મોબાઇલ નંબર જેવી માહિતી આપવી પડશે.
  4. નોંધણી પછી, તમે મોબાઇલ દ્વારા લોગિન કરો.
  5. વેબસાઈટ પર લોગઈન કર્યા બાદ તમને ટિકિટ બુકિંગનો વિકલ્પ જોવા મળશે. અહીં તમે તે તમામ ઇવેન્ટ્સ જોવા મળશે જેની ટિકિટ વેચાઈ રહી છે. (દા.ત.- FDR-રિપબ્લિક ડે પરેડ, રિપબ્લિક ડે પરેડ, રિહર્સલ-બીટિંગ ધ રીટ્રીટ, બીટિંગ ધ રીટ્રીટ - FDR, બીટિંગ ધ રીટ્રીટ સેરેમની). તમે હાજરી આપવા માંગો છો તે ઇવેન્ટને પસંદ કરો.
  6. આ પછી, ગણતંત્ર દિવસની ટિકિટ શ્રેણી પસંદ કરો.
  7. હવે તમારે તમારી અંગત વિગતો જેવી કે નામ, જન્મ તારીખ, સરનામું, ફોન નંબર, આઈડી કાર્ડની માહિતી આપવાની રહેશે.
  8. વિગતો ભર્યા પછી, તમારે તમારો પોતાનો ફોટો અપલોડ કરવાનો રહેશે.
  9. ફોટો અપલોડ કર્યા બાદ પેમેન્ટનો ઓપ્શન આવશે. પેમેન્ટ થતાં જ ટિકિટ બુકિંગ થઈ જશે.
  10. છેલ્લા પગલામાં, ટિકિટ ડાઉનલોડ કરો અને તેને સાચવી રાખો.
  1. આમમંત્રણ પોર્ટલ વેબસાઈટ કઈ છે?

    ભારત સરકાર દ્વારા ઓનલાઈન Invitation Management Portal (www.aamantran.mod.gov.in) લોન્ચ કરવામાં આવ્યું છે.

  2. પ્રજાસત્તાક દિવસની પરેડ ક્યારે છે?

    26 જાન્યુઆરી 2023 ના રોજ સવારે 8 વાગ્યે શરુ થાય છે.

  3. પ્રજાસત્તાક દિવસે ધ્વજ કોણ ફરકાવે છે?

    દેશના પ્રથમ નાગરિક એટલે કે રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક દિવસે કાર્યક્રમમાં ભાગ લેતા હોય છે અને રાષ્ટ્રીયધ્વજ ફરકાવતા હોય છે.

  4. પ્રજાસત્તાક દિવસ શું છે અને કેમ ઊજવવામાં આવે છે?

    15 ઑગસ્ટ, 1947ના રોજ ભારત સ્વતંત્ર થયું અને 26 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણને આત્મસાત કરવામાં આવ્યું, જે અંતર્ગત ભારતને લોકશાહી, સર્વભૌમ અને પ્રજાસત્તાક દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો. માટે દર વર્ષે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તરીકે ઊજવવામાં આવે છે.

  5. રાજ્યોનાં પાટનગરમાં પ્રજાસત્તાક દિવસે કોણ ધ્વજ ફરકાવે છે?

    રાજ્યોમાં રાજ્યપાલ પાટનગરમાં પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રીયધ્વજ ફરકાવે છે.
    ભારતમાં બે રાષ્ટ્રીયધ્વજ કાર્યક્રમ થાય છે. એક સ્વતંત્રતાદિવસે અને બીજો પ્રજાસત્તાક દિવસે.
    સ્વતંત્રતા દિવસે વડા પ્રધાન ભારતના પાટનગર નવી દિલ્હીમાં રાષ્ટ્રીયધ્વજ ફરકાવે છે અને રાજ્યોના પાટનગરમાં મુખ્ય મંત્રીઓ ધ્વજ ફરકાવે છે.

Tags :
પ્રજાસત્તાક દિન
Next Article