For the best experience, open
https://m.socioeducations.com
on your mobile browser.
Advertisement

પંજાબ બિહાર અને મણિપુરમાં આવેલા પ્રખ્યાત સ્થળો

પંજાબ બિહાર અને મણિપુરમાં આવેલા પ્રખ્યાત સ્થળો
05:04 PM Oct 07, 2022 IST | Natvar Jadav
Advertisement
પંજાબ બિહાર અને મણિપુરમાં આવેલા પ્રખ્યાત  સ્થળો

પંજાબ બિહાર અને મણિપુરમાં આવેલા પ્રખ્યાત સ્થળો અને તેના માહિતી જે તમને જાણીને એક વાર ફરવા જવાનું મન તો થશે જ

પંજાબ

અમૃતસરઃ શીખોનું સૌથી પવિત્ર અને મોટું યાત્રાધામ છે. અહીં મહારાજા રણજિતસિંહે ઈ. સ. 1803માં બંધાવેલું સુવર્ણમંદિર, અકાલ તખ્ત (શીખોની સર્વોચ્ચ ધર્મપીઠ), દુર્ગયાનાં મંદિર, જલિયાંવાલા બાગ સ્મારક, ઊંચો રામગઢિયા મિનાર, બાબા અટલ મિનાર જોવાલાયક છે.

આનંદપુર સાહેબઃ ગુરુ તેગબહાદુરે સ્થાપેલ નગર છે. શીખ ધર્મના ચાર મહત્ત્વનાં તીર્થસ્થળ પૈકીનું એક છે. જાલંધરઃ રમતગમતનાં સાધનો માટે વિખ્યાત છે.

ડેરાબાબા નાનકઃ શીખ ધર્મીઓનું તીર્થસ્થળ છે. અહીં ગુરુ નાનકની સમાધિ આવેલી છે.

ધારીવાલઃ ઊનનાં વસ્ત્રો બનાવાનું મોટું કેન્દ્ર છે. પટિયાલાઃ મોતીબાગ પૅલેસ, બીર મોતીબાગ અભયારણ્ય આવેલું છે.

રૂપનગરઃ પ્રાચીન સિંધુ સંસ્કૃતિના અવશેષો મળ્યા છે. • લુધિયાનાઃ હોઝિયરી, સાઇકલ, સીવવાના સંચા વગેરે બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો છે.

વાઘાઃ ભારત-પાકિસ્તાનની જમીન સરહદ સાથે સંકળાયેલ શહેર છે. અહીં ‘વાઘા બૉર્ડર'ની પ્રવાસીઓ મુલાકાત લે છે.

બિહાર

પટનાઃ બિહારની રાજધાની છે. પ્રાચીન સમયમાં આ શહેર પાટલિપુત્ર તરીકે જાણીતું હતું. અહીં શીખોના ગુરુ ગોવિંદસિંહનું જન્મસ્થળ તથા હરમંદિર ગુરુદ્વારા (શીખોના ચાર તખ્તો પૈકીનું એક), શેરશાહનો કિલ્લો (ભગ્નાવશેષ), સદાક્ત આશ્રમ, જયપ્રકાશ નારાયણનું જન્મસ્થળ, બાયૉલૉજિકલ પાર્ક, ખુદાબક્ષ ઓરિએન્ટલ લાઇબ્રેરી તથા બુદ્ધ પાર્ક જોવાલાયક છે.

કુશીનગરઃ બૌદ્ધ ધર્મીઓનું તીર્થસ્થળ છે. • ગયાઃ હિન્દુઓનું પવિત્ર યાત્રાધામ છે. આ સ્થળ પિતૃતર્પણ માટે જાણીતું છે. બૌદ્ધ ધર્મીઓનું તીર્થસ્થળ છે. અહીં ભગવાન બુદ્ધને જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી. અહીં ફાલ્ગુ નદીના કિનારે વિષ્ણુપદ મંદિર, સૂર્ય મંદિર, બર્બર ગુફા, મહાબોધિ મંદિર, બોધિવૃક્ષ, પદ્મ સરોવર, રત્નાગર વગેરે જોવા જેવાં છે.

નાલંદા: પ્રાચીન સમયની બૌદ્ધ વિદ્યાપીઠ આવેલી છે. આ વિદ્યાપીઠ વિદેશી આક્રમણોમાં નાશ પામી હતી. અત્યારે માત્ર અવશેષો છે. અહીં શ્યાન ચાંગ સ્મારક, સૂરજપુર જોવાં જેવાં છે.

પારસનાથ: જૈનોનું તીર્થસ્થળ છે. અહીં જૈન મંદિરો, ચૌમુખ મંદિર, શેત્રુંજ્ય મંદિર તથા શ્રી આદિશ્વર મંદિર જોવાલાયક છે.

પાવાપુરી: જૈનોનું તીર્થસ્થળ છે. અહીં ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા હતાં. અહીં પ્રસિદ્ધ જૈન મંદિર, ગ્રામ મંદિર તથા જલ મંદિર આવેલાં છે.

રાજગીરઃ બૌદ્ધ તેમજ જૈન ધર્મીઓનું તીર્થસ્થળ છે. ભગવાન મહાવીરે આપેલ પ્રથમ ઉપદેશનું સ્થળ, ભગવાન બુદ્ધનું પ્રવચન સ્થળ તથા વિશ્વશાંતિ સ્તૂપ જોવા જેવાં છે.

વૈશાલી : બૌદ્ધ તેમજ જૈન ધર્મીઓનું તીર્થસ્થળ છે. ગંગા નદીના કિનારે પ્રાચીન વજ્જ લોકોની રાજધાનીના અવશેષ છે. અહીં ભગવાન બુદ્ધનું પ્રવચન સ્થળ તેમજ ભગવાન મહાવીરનું જન્મસ્થળ જોવાલાયક છે.

સમેતશિખરઃ જૈનોનું મોટું તીર્થધામ છે.

મણિપુર

ઇમ્ફાલઃ મણિપુરની રાજધાની છે. 790 મીટર ઊંચાઈ પર સ્થિત આ શહેર મણિપુરી નૃત્યકલા અને સંસ્કારનું ધામ છે. અહીં લોક્તક સરોવર, ગોવિંદજીનું મંદિર, કેવળ મહિલાઓનું હાટ, ઑર્કિડ ઉદ્યાન, હુતાત્મા સ્તંભ, તરતું ઉઘાન તથા સાંગી (હરણ) અભયારણ્ય જોવા જેવાં છે.

ઉખરુલઃ હવા ખાવાનું સ્થળ છે. ૭ મોઇરાંગઃ અહીં આઝાદ હિંદ ફોજનો પ્રથમ ત્રિરંગો ધ્વજફરકાવવામાં આવ્યો હતો. અહીં સુભાષચંદ્ર બોઝનું પૂતળું તથા નેતાજી ગ્રંથાલય જોવા જેવા છે.

લોકાટકઃ કેઇબુલલામજાઓ રાષ્ટ્રીય ઉદ્યાન છે. અહીં લેગથબાલ સરોવરમાં નૌકાવિહાર અને માછીમારી સહેલાણીઓ માટે આકર્ષણરૂપ છે.

પંજાબ બિહાર અને મણિપુરમાં આવેલા પ્રખ્યાત સ્થળો

Socioeducations HomepageClick Here

પંજાબ બિહાર અને મણિપુરમાં આવેલા પ્રખ્યાત  સ્થળો
Tags :