For the best experience, open
https://m.socioeducations.com
on your mobile browser.
Advertisement

PAAS નેતા અલ્પેશ કથિરીયા AAPમાં જોડાયા, કેજરીવાલે ખેસ પહેરાવી અલ્પેશ કથીરિયાને આવકાર્યા

02:32 PM Oct 30, 2022 IST | admin
Advertisement
paas નેતા અલ્પેશ કથિરીયા aapમાં જોડાયા  કેજરીવાલે ખેસ પહેરાવી અલ્પેશ કથીરિયાને આવકાર્યા
Patidar leader Alpesh Kathiriya likely to join AAP

PAAS નેતા અલ્પેશ કથિરીયા AAPમાં જોડાયા | Gujarat Assembly Election 2022: ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટીઓમાં ભરતી મેળો થતો હોય તેવા દ્રશ્યો સામે આવતા રહે છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ચૂંટણી પ્રયારમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીએ આજે માસ્ટર સ્ટ્રોક માર્યો છે, PAAS નેતા અલ્પેશ કથિરીયા કેજરીવાલની હાજરીમાં AAPમાં જોડાઈ ગયા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથિરીયા જોડાતા આમ આદમી પાર્ટીને ચૂંટણીમાં ફાયદો થશે. અલ્પેશ કથિરીયાની સાથે સાથે ધાર્મિક માલવીયા પણ આપમાં જોડાયા છે.

PAAS નેતા અલ્પેશ કથિરીયા AAPમાં જોડાયા

PAAS નેતા અલ્પેશ કથિરીયા AAPમાં જોડાયા

કેજરીવાલે ખેસ પહેરાવી અલ્પેશ કથીરિયાને આવકાર્યા: ગુજરાતની ચૂંટણીમાં પાટીદાર સમાજનો દબદબો જોવા મળે છે. એવું માનવામાં આવે છે પાટીદાર સમાજ જેની તરફ હોય છે તે પાર્ટીની સરકાર બનતી હોય છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથિરીયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. હવે તેમણે AAPનો ખેસ ધારણ કર્યો છે, ત્યારે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને પાટીદારોનું સમર્થન મળશે તેવું માનવામાં આવી રહ્યું છે.

ધાર્મિક માલવિયા પણ જોડાશે AAPમાં

અલ્પેશ કથિરીયા: પહેલા ભાજપમાં જોડાવાની વાતને લઇને અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, આ વાત માત્ર ચર્ચા છે, આમાં કોઈપણ પ્રકારની તથ્યતા નથી. અમારી માંગણી ખૂબ જ સ્પષ્ટ છે. આ સરકાર અને આ પાર્ટી સામે અમારી માંગણીઓ છેલ્લા 6 વર્ષથી પેન્ડિંગ છે. શહીદ પરિવારને નોકરી ફાળવવામાં આવે અને સમાજના યુવાનો, વડીલો અને મહિલાઓ ઉપરના કેસો પરત ખેંચવામાં આવે. આ બે મુદ્દા પર સરકાર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે. આવનારા દિવસોમાં સરકાર આ બાબતે શું કાર્યવાહી કરી રહી છે આ તમામ બાબતો પર ધ્યાન નજર રાખી રહ્યા છે. જે બાદ રાજકીય પ્રકારના નિર્ણય અમે જાહેર કરીશું. આ ઉપરાંત તેમણે દાવો કર્યો હતો કે, તેમને ભાજપ,કોંગ્રેસ અને AAPમાંથી ઓફર આવી છે. ત્યારબાદ હવે આ અટકળોના અંત સમાન અલ્પેશ કથીરિયા ગારીયાધાર ખાતે કેજરીવાલની સભામાં AAPમાં જોડાયા છે.

અગાઉ જાગી હતી ચર્ચા

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં અલ્પેશ કથીરિયાને લઇને ગુજરાતના રાજકારણમાં કેટલાય સમયથી ચર્ચા ચાલતી હતી. અગાઉ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાઈ શકે છે તેવી શક્યતા સેવાઇ હતી. અગાઉ કોંગ્રેસમાં જોડાવાની વાતે પણ જોર પકડયું હતું. તેવામાં અલ્પેશ કથીરિયાએ નિવેદન આપી ભાજપમાં જોડાવાની વાત માત્ર અફવા ગણાવી હતી. સરકાર પાટીદારોની માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી હું ભાજપમાં નહિ જોડાવ તેવું નિવેદન પણ અલ્પેશ કથીરિયાએ આપ્યું હતું.

Tags :