સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

મોરબી દુર્ઘટનાનો બીજો દિવસ: મૃત્યુઆંક 141ને પાર, મોરબી સિવિલ હોસ્પિટલમાં જ 141 મૃતદેહ પહોંચ્યાં

11:38 AM Oct 31, 2022 IST | admin
મૃત્યુઆંક 177ને પાર, મોરબી સિવિલ હોસ્પિટલમાં જ 177 મૃતદેહ પહોંચ્યાં

Gujarat Bridge Collapse LIVE | મોરબી દુર્ઘટનાનો બીજો દિવસ : મોરબીમાં આવે જુલતો બ્રિજ રવિવારે સાંજના સમયે તૂટી પડતા અનેક લોકો મચ્છુ નદીના પાણીમાં ડૂબ્યા હતા,આખી રાત પોલીસ,NDRF,સેનાના જવાનો સાથે મળી શર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું.જેમાં અત્યાર સુધીમાં કુલ 130થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને હજુ અનેક લોકો પાણીમાં કીચડ હોવાના કારણે અંદર ફસાયા હોવાનું જણાય રહ્યું છે.તંત્ર તમામ પ્રયત્ન કરી રહી છે સાથે સાથે બચાવ કામગીરી પણ પૂર ઝડપે ચાલી રહી છે.મૃત આંકડામાં બાળકો અને મહિલાઓ વધુ છે.

મોરબી દુર્ઘટનાનો બીજો દિવસ

મોરબી માટે રવિવારનો દિવસ ગોઝારો બની ગયો છે. ઝૂલતો પુલ તૂટતાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા હતા. જેમાં 30થી વધુ બાળકો સહિત 141 જેટલા મૃતદેહ બહાર કઢાયા છે. હજુપણ અનેક લોકો ગાયબ છે. છેલ્લા 8 કલાકથી નેવી-એરફોર્મ-આર્મી સહિતની એજન્સીઓ કામે લાગી છે. બીજી તરફ મોરબી અને રાજકોટની હોસ્પિટલો ઇજાગ્રસ્તોથી ઉભરાઇ છે. કચ્છ, રાજકોટ, જામનગર અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાથી અનેક NDRFની ટીમો અને અનેક જિલ્લાના તરવૈયા બચાવ કામગીરી કરી રહ્યા છે. કંન્ટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર 02822 243300 જાહેર કરવામાં આવ્યો​​​​​ છે.

Gujarat Bridge Collapse LIVE અપડેટ્સ

NDRF બાદ ભુજ આર્મીની ટિમ પણ મોરબી આવી પહોંચી છે. ભુજ આર્મીની ટિમ ચાર બોટ સહીત બચાવ સામગ્રી સાથે મોરબી આવી પહોંચી પાણીમાં આર્મીની ટિમ વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

બચાવ કામગીરી અંતિમ તબક્કામાં છે: હર્ષ સંઘવી

અમે સતત અપડેટ કરી રહ્યા છીએ..

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના : મૃત્યુ પામેલા પૈકી 98 મૃતકોના નામની યાદી જાહેર

Tags :
Gujarat Bridge CollapseGujarat bridge Newsgujarat newsmorbi bridge collapsemorbi suspension bridge
Next Article