For the best experience, open
https://m.socioeducations.com
on your mobile browser.
Advertisement

મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, મચ્છુ નદી પર આવેલા જગવિખ્યાત ઝૂલતા પુલના વચ્ચેથી કટકા થઈ ગયા

07:28 AM Oct 31, 2022 IST | admin
Advertisement
મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો  મચ્છુ નદી પર આવેલા જગવિખ્યાત ઝૂલતા પુલના વચ્ચેથી કટકા થઈ ગયા
morbi cable bridge collapse, gujarat cable bridge collapse, morbi bridge collapse, cable bridge falls in gujarat, gujarat news, morbi bridge collapse update

મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો: મોરબી શહેરની ઓળખસમો ઝૂલતો પુલ તૂટી પડતા 400થી વધુ લોકો નદીમાં ખાબક્યા છે. મણિમંદિર નજીક અને મચ્છ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી બે ટુકડા થઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બેસતા વર્ષના દિવસે જ આ ઝૂલતો બ્રિજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દુર્ઘટના સમયે પુલ પર 500 જેટલા લોકો હતા, સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, 400થી વધુ લોકો ડૂબ્યાં છે.

LIVE અપડેટ્સ

  • ​​​​​અમારી 18 એમ્બ્યુલન્સ કામે લાગી છે- ઇમરજન્સી સર્વિસના પીઆરઓ વિકાસ બિહાની
  • 50 કરતાં વધુ લોકોને નદીની બહાર કાઢી હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે- વિકાસ બિહાની
  • 50 જેટલા દર્દીના વાઈટલ જ મળતા નથી તેમ છતાં તેમને હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં આવી રહ્યા છે- વિકાસ બિહાની
  • મોરબી જવાના તમામ રસ્તાઓ પર ચિક્કાર ટ્રાફિક
    ​​​​​- અમિત શાહે હર્ષ સંઘવી સાથે વાત કરી
  • 60 બોડી કાઢ્યાનો કાન્તિ અમૃતિયાનો દાવો
  • 50થી વધુ લોકોને બેભાન હાલતમાં હોસ્પિટલ લઇ જવાયા
  • કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે મૃતકોના પરિવાજનોને 4-4 લાખ અને ઇજાગ્રસ્તોને 50-50 હજાર સહાય જાહેર
  • મોતના આંકડામાં 10થી વધુ બાળકોનો સમાવેશ, મોતનો આંકડો વધુ શકી છે
  • મોરબી બાંધકામ સમિતિના ચેરમેન ઘટના સ્થળે
  • CM ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મોરબી જવા રવાના
  • CM ભૂપેન્દ્ર પટેલે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા
  • મંત્રી બ્રિજેશ મેરજાએ 40થી વધુના મોત થયા હોવાનું જણાવ્યું
  • તાત્કાલિક સારવાર કઇ રીતે આપી શકાય તે અમારી પ્રાથમિકતા છે: હર્ષ સંઘવી
  • 70થી વધારે ઇજાગ્રસ્તો ​​​​​​ને હોસ્પિટલ પહોંચાડાયા: હર્ષ સંઘવી​​​​​​​
  1. Gujarat Bridge Collapse આ ઝૂલતો પુલ શા માટે તૂટી ગયો?

    આ પુલ તૂટવાનું મુખ્ય કારણ ઓવરલોડ છે. 100 લોકોની કેપેસિટી હોય અને 500થી વધુ લોકો ચઢી જાય તો શું થાય?

અમે સત્તત અપડેટ કરી રહ્યા છીએ....

અમિત શાહે ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું

મચ્છુ નદી પર આવેલા જગવિખ્યાત ઝૂલતા પુલના વચ્ચેથી કટકા થઈ ગયા

મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો

શહેરનો જગવિખ્યાત ઝૂલતો પુલ તૂટ્યો છે. મણિમંદિર પાસે મચ્છ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, ઝૂલતો પુલ પર રહેલા લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે, 400થી વધુ લોકો ડૂબ્યાં છે.

ઓરેવા ગ્રુપે બનાવ્યો હતો ઝૂલતો બ્રિજ

મોરબીનો ઝૂલતો પુલ નવા વર્ષના દિવસે પર્યટકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ બ્રિજને પ્રખ્યાત ઉદ્યોગ ગૃહ ઓરેવા ગ્રુપે (OREVA Group) તૈયાર કર્યો હતો. ઓરેવા ગ્રુપના MDએ બેસતા વર્ષના દિવસે જ આ ઝૂલતા બ્રિજ ખુલ્લો મુક્યો છે. આ પુલ રિનોવેશન માટે બંઘ કરવામાં આવ્યો હતો. આ ઝૂલતા બ્રિજનું રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હતું. આ ઝૂલતો બ્રિજ 6 મહિના માટે સમારકામ બાદ ખુલ્લો મૂકાયો હતો. લોકોને બચાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

પીએમ મોદીએ સીએમ ભુપેન્દ્ર પટેલ સાથે વાત કરી

તો બીજી તરફ પીએમ મોદીએ આ દૂર્ઘટના અંગે ગુજરાતના સીએમ અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી છે. તેમણે બચાવ કામગીરી માટે તાત્કાલિક ટીમોની પહોંચવા કહ્યું છે. તેમણે પરિસ્થિતિ પર નજીકથી અને સતત દેખરેખ રાખવા અને અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ આપવા જણાવ્યું છે.

દુર્ઘટનાથી વ્યથિત છું, રાહત અને બચાવ કામગીરી ચાલુ છેઃ CM ભૂપેન્દ્ર પટેલ

દુર્ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કર્યું છે. ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.

અનેક લોકોના મોતની આશંકા

આ દુર્ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. બીજી તરફ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. એસપી સહિતના અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને વિવિધ આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો બચાવ કાર્યમાં જોડાયા છે. બીજી તરફ 7થી 8 જેટલી એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તરવૈયાઓ પણ મોટી સંખ્યામાં પાણીમાં ઉતરીને લોકોને બહાર કાઢી રહ્યા છે.

બેસતા વર્ષે ખુલ્લો મૂકાયો હતો

મોરબીનો ઝૂલતો પુલ નવા વર્ષના દિવસે (26 October 2022) સહેલાણીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારે ઓરેવા ગ્રુપના MD ઝૂલતા પુલને ખુલ્લો મુકાયો છે. આ પુલ રિનોવેશન માટે બંઘ કરવામાં આવ્યો હતો. તેને રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. તેમજ 7 મહિના માટે ઝૂલતો પુલ બંધ રહ્યો હતો. પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટ પાસે છે.

મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો

વર્ષ 1879માં પુલનુ ખાતમુહૂર્ત કરાયું હતું

ઝૂલતા પુલ વિશે વાત કરીએ તો 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલ ના હસ્તે આ પુલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો. આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ ઝૂલતો પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે. મોરબીનો આ ઝૂલતો પુલ 140 વર્ષથી પણ વધારો જૂનો છે અને તેની લંબાઈ આશરે 765 ફૂટ જેટલી છે. માત્ર ગુજરાતના મોરબી જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે આ ઝૂલતો પુલ ઐતિહાસિક વિરાસત છે.

Tags :