સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

માઈક્રોસોફટ વિન્ડોઝનો પરિચય, કમ્પ્યુટરના બેઝીક પરીચય, ડેસ્કટોપ, જાણવા જેવું

માઈક્રોસોફટ વિન્ડોઝનો પરિચય, કમ્પ્યુટરના બેઝીક પરીચય, જાણવા જેવું
10:03 AM Aug 22, 2022 IST | admin

માઈક્રોસોફટ વિન્ડોઝનો પરિચય:- ઓપરેટીંગ સિસ્ટમ અને વિન્ડોઝના પાયાના સિધ્ધાંતો શું છે ? કમ્પ્યુટર પર દાખલ કરવામા આવતી પ્રથમ પ્રોગ્રામ ઓપરેટીંગ સિસ્ટમ છે જેના વગર કમ્પ્યુટર બિનઉપયોગી છે. ઓપરેટીંગ સિસ્ટમનો હેતુ હાર્ડવેર અને સોફટવેરને સુયોજીત અને નિયંત્રિત કરવાનો છે જેથી તેની ડિવાઈસ ફલેકસીબલ પણ અનુમાન થઈ શકે તે રીતે વર્તી શકે. ઓપરેટીંગ સિસ્ટમ યુઝર અને કમ્પ્યુટર વચ્ચેનુ જોડાણ છે. કમ્પ્યુટર સોફટવેરને બે મુખ્ય કલાઓમાં વહેંચી શકાય ! એપ્લીકેશન સોફટવેર અને સિસ્ટમ સોફ્ટવેર, ઓપરેટિંગ સિસ્ટમની ત્રણ મુખ્ય જવાબદારીઓ નીચે પ્રમાણે છે :

૧. કિર્બોડ માં થી મળતા ઈનપુર (મેસેજ) ઓળખવા, ડિસ્પ્લે સ્કીન પર આઉટટ્યૂટ મોકલવું, ડિક પર ફાઈલ અને ડિરેકટરીની વિગતો રાખવી તેમજ ડિસ્ક ડ્રાઈવ અને પ્રિન્ટર્સ જેવા આનુષંગિક ડિવાઈસને નિયંત્રણ કરવા જેવા મૂળભૂત કાર્યો કરવા.

૨. એક જ રાખો ચાલુ પ્રોગ્રામ અને યુઝર્સ એકબીજાની સાથે દખલગીરી ન કરે તે સુનિશ્ચિત કરવું.

૩. સોફટવેર પ્લેટર્ફોમ પુરૂ પાડવું જેના પર અન્ય પ્રોગ્રામ્સ (એટલે કે એપ્લીકેશન સોફટવેર ) ચાલી શકે. ભારતમાં સૌથી વધુ વપરાતી ઓપરેટિંગ સિસ્ટમ માઈક્રોસોફટની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે.

માઈક્રોસોફટ વિન્ડોઝનો પરિચય

કમ્પ્યુટરના બેઝીક પરીચય

વિન્ડોઝના ભાગો

વિન્ડોઝ સ્કીન પાર્ટસ

(સીનનાં ભાગ ) : તમારી સ્ક્રીનનાં મુખ્ય ત્રણ ભાગ છે. ડેસ્કટોપ, વિન્ડોઝ અને આઈકોન્સ.

ડેસ્કટોપ :- ઘરે/કચેરીમાં તમારા ટેબલના ઉપરના ભાગની સમકક્ષ છે જે તમારા માટે કામ કરવાના સંપૂર્ણ વિસ્તાર છે. તમે અહીંયાં આઈટમ્સ ઉમેરી અથવા દૂર કરી શકો છો.જેમ કે તમારા ડેસ્કટોપ પર ફાઈલ અથવા કેલ્કયુલેટર મૂકવું . અને આઈટમ અહીંતહીં ફેરવી શકો.

વિન્ડોઝ:- તમે કોઈ કામ કરવા માંગો ત્યારે તમે તેને તમારા કિર્બીડથી/માઉસથી સિલેકટ (પસંદ) કરો છો અને વિન્ડો ( નવું બોક્ષ ) ખૂલે છે. આ ફાઈલના છોડરને ખોલવા બંધ કરવા જેવુ છે. જયારે વિન્ડોઝ શરૂ થાય છે ત્યારે પ્રોગ્રામ મેનેજર વિન્ડોઝ દર્શાવે છે, વિન્ડોઝનુ નામ ટાઈટલ બાર પર હોય છે. વિન્ડોઝ પ્રોગ્રામ માટે પ્રોગ્રામ મેનેજર મૂળભૂત વિન્ડો છે. વાપરવામાં આવતા તમામ અન્ય વિન્ડોઝ પ્રોગ્રામ મેનેજર વિન્ડોની જેમ વર્તશે અને દેખાશે વિન્ડોઝના બે મૂળભૂત પ્રકારો છે. એપ્લીકેશન અને ડોકયુમેન્ટ. એપ્લીકેશન વિનોઝમાં તમે ચલાવી રહ્યા છો તે પ્રોગ્રામ હોય છે (ઉ.દા. એકસેલ અથવા પાવરપોઈન્ટ ). મોટાભાગનો સમય તમે એપ્લીકેશન વિન્ડોઝમાં કામ કરો છો.ડોક્યુમેન્ટ વિન્ડો તમારી એપ્લીકેશનની અંદરનો વિન્ડો છે જેમાં તમે કામ કરી રહયા છો તે ડોક્યુમેન્ટનું વિષયવસ્તુ હોય છે.

આઇકોન્સ :-

વિન્ડોઝમાંની આઈટમને આઈકોનથી દર્શાવાય છે કારણકે કંઈક બીજી આઈટમની તે ચિત્રરૂપ પ્રતિકૃતિ છે. આ વિન્ડોઝમાં આઈકોન્સ નાના વિન્ડોઝ જેવા લાગે છે જેના પર બ્લયુ ટાઈટલબાર હોય છે. તે અત્યારે ચાલુ ન હોય તેવા પ્રોગ્રામ્સ અને ડોક્યુમેન્ટસ દર્શાવે છે.

મિનીમાઈઝ:- વિન્ડો સ્ક્રીનના નીચેના ભાગે આઈકોન બને છે.

મેક્સીમાઈઝ:- વિન્ડો સમગ્ર ડેસ્કટોપ પર છવાઈ જાય છે. મેકસીમાઈઝ બટન એકવાર દબાવવાથી તે Restore(રીસ્ટોર) બટન બની જાય છે.

નોર્મલ:- આ બટન મેકસીમાઈઝ થયેલા વિન્ડોને તે મેસીમાઈઝેશન (મોટુ કર્યા પહેલાં ) પહેલાં જે કદનો હતો તે વિન્ડોમાં અથવા આઈકીનવાળા વિન્ડોને રીસ્ટોર કરે છે. આ તમારા ટાઈટલ બારના ઉપરના ડાબા હાથના ખૂણે આવેલ છે. આ બટનના બે કાર્યો છે.

કંટ્રોલ બોક્ષ :- તે કંટ્રોલ મેનુને ખોલે છે, આ મેનુ માઉસને બદલે કિર્બોડથી તમારા વિન્ડોનુ કદ નિયંત્રિત કરે છે,જેવી રીતે મીનીમાઈઝ અને મેકસીમાઈઝ બટન કાર્ય કરે છે આ ફેંકશન માઉસની એક કલીક (સીંગલ કલીક ) થી શરૂ પાપ છે. રે તે વિન્હોને બંધ કરે છે. આ તમે જે પ્રોગ્રામને વાપરી રહ્યાંતો તેને બંધ કરો અથવા તેણે જે પ્રકારના વિહોણાં હશો તેના આધારે ડોક્યુમેન્ટને બંધ કરશે. કંટ્રોલ બોલપર માઉસની ડબલ કલીક કરવાથી આમ થાય છે.

મેનુબાર File Edit Format View Help

વિન્ડોઝ પ્રોગ્રામ માટે લખાયેલ એપ્લીકેશનમાં મેનુબાર હોય છે, તેના ટેબલ સમાન હોય છે અને તેના કાર્યો સમાન હોવ છે. જયાં મેનુભાર પર કોઈ મેનુની આઈટમને કિલક કરવામા આવે ત્યારે તે મેનુ ખૂલે છે જેમાં ઘણા વિકલ્પો હોય છે. ઉદાહરણ તરીકે, મેનુંબારનું ફાઈલ મેનુ તમને એપ્લીકેશન બંધ કરવાની સાથે દસ્તાવેજ Save (સાચવવા), Oper (ખોલવા )અને Print (છોપવા) ના વિકલ્પો આપે છે.

યુઝર ઇન્ટરફેસ :- યુઝર ઈનટરફેસ એક માધ્યમ છે જેના વડે યુઝર કમ્પ્યુટર સાથે ઈન્ટરએકટ (માહીતીની આપ-લે) કરે છે. ઓપરેટિંગ સિસ્ટમ યુઝર ઈન્ટરફેઈસ પુરૂ પાડે છે. વિન્ડોજ XP યુઝરને ગ્રાફિકલ યુઝર ઈન્ટરફેઈસ (GUI) (ચિત્રોની મદદથી આદાનપ્રદાનની સવલત ) પુરૂ પાડે છે. વિન્ડોઝ XP ના GUP ફિચર અને માઉસની મદદથી કમ્પ્યુટર ચલાવવાનુ ખૂબ સરળ બન્યું છે. UNIX ઓપરેટીંગ સિસ્ટમ GU1 આધારિત નથી પણ તેમાં ક્રમાન્ડ લાઈન ઈન્ટરફેઈસ છે. લિનીસ ઓપરેટિંગ સિસ્ટમ એ UNIX ઓપરેટીંગ સિસ્ટમની GUI આવૃતિ છે.

માઉસ વાપરવું અને આઇકોનને સ્ક્રીન પર હેરફેર કરવા

માઉસ પોઈન્ટીંગ ઈનપુટ ડિવાઈસ છે. માઉસ અને GUI સગવડ (ઈન્ટરફેઈસ) આધારિત ઓપરેટીંગ સિસ્ટમે ખરેખર કમ્પ્યુટરને વધુ સરળ અને સમજી શકાય તેવા બનાવેલ છે. માઉસ એવુ ડિવાઈસ છે જે વિન્ડોઝમાં વસ્તુઓને ચલાવે છે. તમે માઉસને તેના પેડ પર ચલાવો ત્યારે માઉસનુ પોઈન્ટર સ્ક્રીન પર આમ તેમ ફરે છે. તમે જયારે માઉસને ફેરવો ત્યારે સીન પર ફરતું પોઈન્ટર તીર જેવુ નિશાન છે.

My Computer આઈકોનઃ- ડેસ્કટોપ પર My Computer આઈકોનને કલીક કરતાં My Computer વિન્ડો ખુલશે.My Cotmputer વિન્ડો A, C વગેરે જુદીજુદી ડ્રાઈવ દર્શાવતા આઈકોન તેમજ પ્રિન્ટર્સ, ડાયલ-અપ નેટવર્કીંગ અને કંટ્રોલ પેનલ જેવાં રિર્સોસ ( સાધનરૂપ) આઈકોન દર્શાવે છે. જુદીજુદી ડ્રાઈવનાં આઈકોન દરેક ડ્રાઈવનાં વિષયવસ્તુને એક્સેસ ( ચાલુ કરવું) કરવા દે છે. પ્રિન્ટર્સ આઈકીનલ સિસ્ટમમાં ઈન્સ્ટોલ (ઉમેરેલાં) પ્રિન્ટર્સનાં કલેક્શન ધરાવનું ફોલ્ડર છે. તેનાથી યુઝર નવું પ્રિન્ટર પણ ઈન્સ્ટોલ કરી શકે છે. દરેક વિન્ડોઝમાં ઉપરની જમન્ની બાજુનાં ખૂણે ત્રણ બટન હોય છે જે વિન્ડોને મીનીમાઈઝ (નીચે લાવવા ). મેકસીમાઈઝ (મોટા બનાવવા) અને બંધ ( કલોઝ) કરવાં વાપરી શકાય છે. મૈકસીમાઈઝ કરેલ વિન્ડોમાં મેકસીમાઈઝ બટનની જગ્યાએ રીસ્ટોર બટન આવી જાય છે.

રિસાઈકલ બીન (Recycle Bin) :- વિન્ડોઝ દૂર કરેલ ફાઈલો (ડીલેટેડ ફાઈલો) ને રીસાઈકલ બીનમાં સાચવે છે જે ડેસ્કટોપમાં આવેલ હોય છે. તમે અકસ્માતે ડીલીટ કરેલ ફાઈલોને પાછી મેળવવાં અથવા વધુ ડિસ્ક જગ્યા મેળવવાં રિસાઈકલ બીનને ખાલી કરી શકો છો,જયારે તમે ફાઈલ અથવા ફોલ્ડરને ડિલીટ કરી છો ત્યારે તે જયાં હોય તે ફોલ્ડરમાંથી દૂર થાય છે. તે ફાઈલને ફોલ્ડરમાંથી સંગ્રહવિસ્તારમાં ખસેડે છે જે રિસાઈકલ બીન તરીકે ઓળખાય છે. તમે તમારા ડેસકટોપ પર રિસાઈકલ બીનને આઈકોન તરીકે જોઈ શકો છો. વિન્ડોઝ XP સાવચેતીનાં પગલાંરૂપે તમામ ડિલીટેડ ઓબજેકટ, ફાઈલો, શેલ્ડર, શોર્ટકટ અને પ્રિન્ટર્સને રિસાઈકલ બીનમા ખસેડે છે, જો ફાઈલ અકસ્માત ડિલીટ થયેલ હોય તો તમે રિસાઈકલ બીનના આઈકોનને ડબલ કલીક કરીને તેના ફાઈલમેનુ માંથી Restore વિકલ્પ પસંદ કરીને તેને તેનાં મૂળસ્થાને પરત મોકલી શકો છો આમ છતાં, જો ફાઈલોને ડિલીટ કરવાની હોય તો તેને રિસાઇકલ બીનમાંથી ડીલીટ કરવાની રહે છે.

ટાસ્કબાર, સ્ટાર્ટમેનુ અને મનુની પસંદગી

ટાસ્ક બાર:-

ટાસ્કબાર એક પછી છે જે વિન્ડોઝ XP ડેસ્કટોપના તળિયે મુળ સ્વરૂપે દર્શાવવામાં આવેલ છે.ટાસ્કબારની ડાબી બાજુએ Start બટન હોય છે. ચાલુ હોય તેવી તમામ એપ્લીકેશન ટાસ્કબાર પર મીનીમાઈઝડ બટન તરીકે દેખાય છે. ચાલુ વિન્ડો દબાવેલ બટન તરીકે દેખાય છે જયારે અન્ય તમામ એપ્લીકેશન ઉપસેલાં બટન તરીકે દેખાય છે. સક્રિય ન હોય તે એપ્લીકેશન બટનને કલીક કરતાં તે એપ્લીકેશનને ચાલુ કરે છે અને તેના વિન્ડોને ચાલુ વિન્ડો તરીકે દર્શાવે છે. Sart Menu ટાસ્કબારના ડાબા છેડે આવેલુ હોય છે. સ્ટાર્ટ મેનુ વિન્ડોઝ XP ડેસ્કટોપના સ્વચ્છ દેખાવનો એક આંતરીક ભાગ છે કારણકે તે તમને તમારા ડેસ્કટોપ પરના અલગ અલગ આઈટમ્સ ને મીનીમાઈઝ કરવામા મદદરૂપ થાય છે. સ્ટાર્ટ બટન

સ્ટાર્ટ મેનુ:- પર કલીક કરવાથી પોપઅપ મેનુ ખુલે છે જેમાં Help, Run, આદેશ, પ્રોગામની યાદી તેમજ તાજેતરમાં એકસેસ કરેલ ડોક્યુમેન્ટ્સની યાદી હોય છે જે એક કલિકમાં ચાલુ કરી શકાય છે. સ્ટાર્ટ મેનુમાંથી તમે વિન્ડોઝનાં દેખાવને અને અસરને કસ્ટમાઈઝ કરી શકો છો, ફાઈલો અને ફોલ્ડરને શોધી શકો છો અને તમારા કમ્પ્યુટરને બંધ કરી શકો છો. કેટલીક આઈટમમા મુખ્ય આઈટમની બાજુમાં સબમેનુ ખૂલે છે જે પસંદગીની યાદી દર્શાવે છે.

ફાઈલો અને ફોલ્ડરો બનાવવા અને તેના નામ બદલવા :

ફોલ્ડર બનાવવુ:- જેની અંદર ફોલ્ડર બનાવવાનુ હોય તે ડ્રાઈવ અથવા ફોલ્ડર પસંદ કરી પછી સફેદ વિસ્તારમાં જમણી બાજુએ રાઈટ કલીક કરો.ત્યારબાદ New પસંદ કરો.ત્યારબાદ Folder પસંદ કરો.ત્યારબાદ તે ફોલ્ડર માટેનુ નામ પસંદ કરો.

ફાઈલ કે ફોલ્ડર દૂર કરવું (Delete) :- તમારે જે ફાઈલ / કોલ્ડર દૂર કરવુ હોય તે પસંદ કરો.ત્યારબાદ કીબોર્ડ પરની Delete કી દબાવો.ત્યારબાદ Delete ની પ્રક્રિયામાં સંમતી આપો.ત્યારબાદ

ફાઈલ અથવા ફોલ્ડરનું નામ બદલવું :- તમારે જે ફાઈલ અથવા ફોલ્ડરનુ નામ બદલવુ હોય તેને પસંદ કરવું. તેના પર રાઈટ કલીક કરો. Rename વિકલ્પ પસંદ કરો.

હાર્ડવેર પ્રોફાઈલ્સ :- હાર્ડવેર પ્રોફાઈલ્સ જુદા જુદા હાર્ડવેર કન્ફીગરેશનને સ્થાપવા માટે અને સંગ્રહ કરવા તમારા માટે ઉપાય બતાવે છે. તમે જુદા જુદા હાર્ડવેર કન્ફીગરેશન માટે હાર્ડવેર પ્રોફાઈલ્સ સ્થાપી શકો છો. સ્ટાર્ટઅપ સમયે તમે જે પ્રોફાઈલ વાપરવા ઈચ્છો તે પસંદ કરી શકો છો.

કંટ્રોલ પેનલ:- કંટ્રોલ પેનલ શરૂ કરવા,Start બટનને કલીક કરો, settings કલીક કરો અને ‘control panel ને કલીક કરો તમને જુદા જુદા વિન્ડો જોવાં મળશે. એપીયરન્સ અને થીમ્સ (વિન્ડોનાં દેખાવ અને થીમ) : આ વિકલ્પથી તમે વિન્ડોઝની થીમ (બલ્યુ,પ્લાસ્ટિક લુકીંગ, કલાસીક વીન્ડોઝ અથવા અન્ય કોઈ પણ થીમ), ડેસ્કટોપનું બેકગ્રાઉન્ડ (વોલપેપર), સ્ક્રીનસેવર અચવા સ્ક્રીન રીઝોલ્યુશન બદલી શકો છો.

Network and Internet Connection ( નેટવર્ક અને ઈન્ટરનેટ કનેકશન ):- હાલનાં ઈન્ટરનેટ જોડાણો દર્શાવે છે, અંદર આપેલ ફાયરવોલ શરૂ કરી શકાય છે, નવા ઈન્ટરનેટ જોડાણ ઉમેરી શકાય છે અને હાલનાં કોઈપણ જોડાણને કન્ફીગર કરી શકાય છે.

Add or Remove Programme (પ્રોગ્રામ ઉમેરો અથવા દૂર કરો ):- વિન્ડોઝના વૈકલ્પિક ફીચર્સને ઉમેરવાની દૂર કરવાની તેમજ તમારા કમ્પ્યુટર પર હાલમા ઈન્સ્ટોલ થયેલ પ્રોગ્રામ્સને દૂર કરવાની છૂટ આપે છે.

Sound.Speech and Audio Devices ( અવાજને ખોલવાના તેમજ ઓડીયો સાધનો):- સ્પીકરના આઉટપુટ વોલ્યુમને બદલવા, સાઉન્ડની ઈન્યુટ/આઉટપુટ ડિવાઈસીસને કન્ફીગર કરવા અને સ્પીચ રેકગ્નીશન (બોલનારનુ સમજી શકવુ) તેમજ ટેકસ્ટ ટુ સ્પીચ સેટ કરવા વપરાય છે.

Printers and Other Hardware:- તેનાથી પ્રિન્ટર્સ અને તેવાં હાર્ડવેર ઉમેરવા, દૂર કરવા અને તેમાં ફેરફાર કરી શકાય છે.User Accounts વધારાના યુઝર એકાઉન્ટ સ્થાપવા વપરાય છે, પાસવર્ડ બદલી શકાય છે,ખાતાનો પ્રકાર બદલી શકાય છે અથવા વિન્ડોઝમાં યૂઝર્સ જે રીતે દાખલ થાય છે તેને બદલી શકાય છે.

Date,Time,Lamguage and Regional Options:- વિન્ડોઝ દ્વારા દર્શાવાતા સમયને બદલવા તેમજ તે જે સ્વરૂપમાં દર્શાવાય છે તે બદલવા આ વિકલ્પ વપરાય છે.Accessibility Options ખાસ દષ્ટિ, શ્રવણ અથવા હેરફેરની જરૂરિયાતો માટે કાર્ય કરવા વિન્ડોને કન્ફીગર કરે છે.

હોમ પેજઅહીં ક્લિક કરો
સરકારી નોકરી અને યોજનાની માહિતી માટેઅહીં ક્લિક કરો

મિત્રો તમને આ અમારો લેખ (આર્ટિકલ) પસંદ આવ્યું હોય મિત્રોને ને પણ શેર કરો. આભાર

Tags :
કમ્પ્યુટરના બેઝીક પરીચયજાણવા જેવુંમાઈક્રોસોફટ વિન્ડોઝનો પરિચય
Next Article