સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

LRD Bharti 2024: ગુજરાત પોલીસ વિભાગમાં 12472 જગ્યાઓ પર ભરતી, ફોર્મ ભરવાનું ચાલુ

11:08 AM Apr 04, 2024 IST | admin

LRD Bharti 2024; પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકાર 12472 જગ્યાઓ પર પોલીસ ભરતીઓ કરશે. પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારું રહેનાર છે, એટલે કે પોલીસ વિભાગમાં મોટી ભરતીઓ થવાની છે. આવનારા સમયમાં 12472 જગ્યાઓ માટે ભરતી ના ફોર્મ 4 એપ્રિલ ના રોજ ભરાશે.

12472 પોલીસની ભરતી થશે

LRD Constable Bharti 2024 ગુજરાત પોલીસમાં 12472 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં નવા 472 PSIની ભરતી કરવામાં આવશે. જ્યારે 6600 કોન્સ્ટેબલ સહિત SRPની પણ ભરતી કરાશે. જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી કરાશે, તો SRPની 1000 પોસ્ટ અને જેલ સિપાહીની 1013 પોસ્ટ પર ભરતી કરાશે. રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી ભરતીની જાહેરાત.

12472 જગ્યાઓ ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઈન અરજીઓ મગાવવામાં આવનાર છે. આજથી 30 એપ્રિલ સુધી લોકો ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર ફોર્મ ભરી શકશે. વેબસાઈટ પર નિયત કરેલા ફોર્મમાં અરજી કરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

Gujarat LRD Bharti 2024

જગ્યાનુ નામખાલી જગ્યાઓ
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ)316
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા)156
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ)4422
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)2178
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ)2212
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા)1090
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) (પુરૂષ)1000
જેલ સિપોઇ (પુરૂષ)1013
જેલ સિપોઇ (મહિલા)85
કુલ જગ્યાઓ12472

ગુજરાત લોકરક્ષક ભરતી બોર્ડ (LRB) કોન્સ્ટેબલ ભરતી 2024 સૂચના: લોકરક્ષક ભરતી બોર્ડ (LRB) , ગુજરાત પોલીસમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સુવર્ણ તક લઈને આવ્યું છે, કારણ કે મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓ માટે સૂચના આપવામાં આવી છે. ગુજરાત પોલીસ વિભાગ હેઠળ કોન્સ્ટેબલ, નિ:શસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ, સશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલ અને S.R.P.F માટે લગભગ 12472 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

લોકરક્ષક તથા પીએસઆઇ ભરતીની જાહેરાત લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઈટ lrdgujarat2021.in પર મૂકવામાં આવેલ છે.

ગુજરાત પોલીસ ભરતીની અરજી ક્યારથી થશે શરૂ

આ તમામ સંવર્ગની સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમો પ્રવર્તામાન જોગવાઈઓ મુજબ પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તારીખ 4 એપ્રિલ 2024 થી 30 એપ્રિલ 2024 સુધી અરજી કરી સક્સે તેમજ Ojas.Gujarat.gov.in પર જઈ પોલીસ ભરતીની અરજી કરી સક્સે.

Gujarat Police PSI New RR 2024

પહેલા શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની બે કલાકની અને 100 ગુણની પ્રિલીમ પરીક્ષા (MCQ TEST) લેવામાં આવતી હતી અને આ પ્રિલીમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો પૈકી ભરતીની જગ્યાના ત્રણ ગણા મેરીટોરીયસ ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં આવતા હતા અને મુખ્ય પરીક્ષા પેપર-1(ગુજરાતી), પેપર-૨(અંગ્રેજી), પેપર-૩(સામાન્ય જ્ઞાન) તથા પેપર-4 (લીગલ મેટર્સ) દરેકના 100 ગુણ એમ કુલ-400 ગુણની MCQ Test હતી. હવે કુલ-3૦૦ ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. જેમાં બે પેપર રહેશે. પેપર-1 (GENERAL STUDIES (MCQ)) 0૩ કલાકનું અને 200 ગુણનું રહેશે તથા પેપર-2 (GUJARATI & ENGLISH LANGUAGE SKILL DESCRIPTIVE) 03 કલાકનું અને 100 ગુણનું રહેશે.

ગુજરાત પોલીસ ભરતી માટે અગત્યની સૂચનાઓ

Tags :
Gujarat LRD Bharti 2024Gujarat Police Bharti 2024Gujarat Police Recruitment 2024Lokrakshak Recruitment BoardLRD Bharti 2024LRD Constable Bharti 2024
Next Article