સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

લોથલ વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતનો ઇતિહાસ

ગુજરાતના ઇતિહાસ વિશે સંપૂર્ણ માહિતી લોથલ | વલભી | મૌર્યકાળ | અનુ-મૌર્યકાળ | શક ક્ષત્રપકાળ | ગુપ્તકાળ | મૈત્રકકાળ | અનુ-મૈત્રકકાળ
09:19 AM Dec 02, 2023 IST | admin
લોથલ વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતનો ઇતિહાસ

ગુજરાતના ઇતિહાસ વિશે સંપૂર્ણ માહિતી લોથલ | વલભી | મૌર્યકાળ | અનુ-મૌર્યકાળ | શક ક્ષત્રપકાળ | ગુપ્તકાળ | મૈત્રકકાળ | અનુ-મૈત્રકકાળ

લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. તે અમદાવાદથી ૮૦ કિલોમીટર દૂર છે. અહીંથી ખંભાતનો અખાત નજીક છે. લોથલની નગરરચના અદ્ભુત હતી. સડકો સીધી અને પહોળી હતી. જે એકબીજાને કાટખૂણે મળતી હતી. રસ્તાને અડીને મકાન હારબંધ બાંધવામાં આવ્યાં હતાં. મોટા મકાનોમાં કૂવાની સગવડ પણ હતી. ઘરોનું ગંદુ પાણી અને વરસાદનું પાણી નગરની બહાર વહી જાય તે માટે ગટરોની ઉત્તમ વ્યવસ્થા હતી. આવી નગરરચના જોતાં આ સમયના લોકોનું નાગરિક- જીવન ઉત્તમ હશે એવું કહી શકાય. લોથલમાંથી વિશાળ ગોદી મળી આવેલ છે. આથી તે ‘સિંધુ ખીણની સંસ્કૃતિ’નું મહત્વનું બંદર હશે એમ કહી શકાય. પથ્થરના કીમતી મણકા અને મણકા ભરેલી બરણી મળી આવેલ છે. લોખંડની એક પણ વસ્તુ મળેલ નથી. કદાચ તે સમયે લોખંડની શોધ થઈ નહિ હોય અથવા તો કદાચ આ શોધનો વ્યવહારુ ઉપયોગ થયો નહિ હોય. માટીનાં રમકડાં અને ધાતુનાં વાસણો ઉપર ચિત્રકામ અને નકશીકામ જોવા મળે છે. આ પરથી તેમની કળા-કુશળતાનો ખ્યાલ આવે છે. પાણીમાં ડૂબકી મારતી હોય તેવી બતક, માટીનાં રમકડાં અને માટીની પૂતળીઓ મળી આવેલ છે.

વલભી વિશે સંપૂર્ણ માહિતી

પ્રાચીન સમયમાં વલભી ગુજરાતનું ભવ્ય નગર હતું. વલભી એટલે ભાવનગર પાસેનું આજનું વલભીપુર. વલભી વિદ્યાપીઠ ઈ.સ.૭મી સદીમાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણકેન્દ્ર હતું.

ભાવનગર પાસેનું વલભીપુર એ સમયે મૈત્રક વંશના તત્કાલિન શાસકોની રાજધાનીનું નગર તેમજ ધીકતું આંતરરાષ્ટ્રીય બંદર હતું. વલભીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક રાજાઓ અને શ્રીમંત નાગરિકો-શ્રેષ્ઠીઓનો ફાળો ખૂબ મોટો હતો. વલભીના મૈત્રક રાજાઓ આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતાઓ હતા. તેઓ બૌદ્ધ ધર્મ નહોતા, સનાતની હતા; છતાં તેઓ વિદ્યાપીઠને દાન કરતા હતા. એ દાનમાંથી વિદ્યાલયનો નિભાવ થતો હતો.

વલભી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ વિદ્યાર્થિઓ તેમજ દેશ-વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા. એ સમયે વલભી વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હીનયાન પંચનું કેન્દ્ર હતું. અહીં, બૌદ્ધ ધર્મ ઉપરાંત બીજા ધર્મોનું પણ શિક્ષણ આપવામાં આવતું. ૭માં સૈકાની મધ્યમાં બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતિ અને ગુણમતિ આ વિદ્યાપીઠમાં અભ્યાસ પૂરો કરનાર વિદ્વાનોની રાજ્યના ઊંચા હોદ્દા પર નિમણૂક થતી. વલભી વિદ્યાપીઠ તેની વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીને કારણે ભારત અને વિશ્વમાં પ્રસિદ્ધ બની હતી. અહીં મોટા ભાગે દરેક વિષયનું શિક્ષણ આપવામાં આવતું હતું. તે ખરેખર આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી.

મૌર્યકાળ વિશે સંપૂર્ણ માહિતી

અનુ-મૌર્યકાળ વિશે સંપૂર્ણ માહિતી

શક ક્ષત્રપકાળ વિશે સંપૂર્ણ માહિતી

ઈસવી સનનો આરંભ થયો એ અરસામાં પશ્ચિમ ભારતમાં શક જાતિના રાજાઓનું શાસન પ્રવત્યું. તેઓ 'રાજા મહાક્ષત્રપ’ કે 'રાજા ક્ષત્રપ ' એવાં રાજપદ ધરાવતા. ઘણી વાર રાજા મહાક્ષત્રપ તરીકે અને યુવરાજ ક્ષત્રપ તરીકે સંયુક્ત શાસન કરતા ને બંને પોતાના નામના સિક્કા પડાવતા. આ રાજાઓને પશ્ચિમી ક્ષત્રપો' તરીકે ઓળખવામાં આવે છે. શક ક્ષત્રપ રાજાઓનાં ૫-૬ કુળ વારાફરતી સત્તારૂઢ થયાં. ક્ષત્રપ કુળમાં ભૂમક અને નહપાત નામે રાજા થયા. તેની તરત પહેલાં અઘુદક નામે રાજાએ સિક્કા પડાવ્યા હોવાનું માલૂમ પડ્યું છે.

ઈ.સ. ૭૮માં શક સંવત પ્રવર્તાવ્યો. એનો પૌત્ર રાજા મહાક્ષત્રપ રુદ્રદામા પહેલો ઘણો પ્રતાપી હતો. એની રાજધાની ઉજ્જૈનમાં હતી. એના રાજ્યપતિ સુવિશાખે ગિરિનગરના સુદર્શન જળાશયનો સેતુ સમરાવ્યો (ઈ.સ. ૧૫૦). રાજા રુદ્રસિંહે પહેલાના સમય (શકે વર્ષ ૧૦૧થી ૧૨૦)થી આ વંશના રાજાઓના સિક્કા પર વર્ષની સંખ્યા દર્શાવા લાગી. તેમના સિક્કા પ્રાયઃ ચાંદીના, નાના કદના અને ગોળ આકારના છે. એમાં રાજાનું તથા તેના પિતાનું નામ આપવામાં આવતું. વંશજો

ચાષ્ટ્રના વંશજોએ શક વર્ષ ૨૨૬ સુધી રાજ્ય કર્યું. એ પછી રુદ્રસિંહ બીજો, રુદ્રદામા બીજો, સિંહસેન અને સત્યસિંહના રાત્તારૂઢ થયા. છેલ્લા રાજા રુદ્રસિંહ ત્રીજાએ ઈ.સ. ૪૧૫ સુધી રાજ્ય કર્યું. આ દરમિયાન શક વર્ષના ૧૫૪ના અરસામાં પ્રાયઃ આભીર જાતિના રાજા ઈશ્વરદત્તે અને અંત ભાગમાં પ્રાયઃ મૈત્રક જાતિના રાજા શવે ક્ષત્રપ સિક્કા પડાવ્યા હતા.

ગુપ્તકાળ વિશે સંપૂર્ણ માહિતી

મૈત્રકકાળ વિશે સંપૂર્ણ માહિતી

ગુપ્ત સામ્રાજ્યની પડતી થતાં સૈનાપતિ ભટ્ટાર્કે વલભીમાં પોતાની રાજસત્તા સ્થાપી.એ મૈત્રકકુળનો હતો તેથી એનો વંશ મૈત્રક વંશ તરીકે ઓળખાય છે.મૈત્રક રાજ્યની સ્થાપના લગભગ ઈ.સ. ૪૭૦માં થઈ.આ વંશનો કુળધર્મ હતો. મૈત્રક વંશનો બીજો પ્રતાપી રાજા ગુહસેન (લગભગ ઈ.સ. ૫૫૫થી ૫૭૦) થયો. મૈત્રક વંશના રાજાઓએ ધાર્મિક હેતુથી અનેક ભૂમિદાન દઈ એમનાં રાજશાસન તામ્રપત્રો પર કોતરાવ્યાં છે.

શીલાદિત્ય પહેલો (લગભગ ઈ.સ. ૫૯૫થી ૬૧૨) 'ધર્માદિત્ય' કહેવાતો. એણે પશ્ચિમ માળવા પર મૈત્રક સત્તા પ્રસારી. ચીની મહાશ્રમણ યુએન શ્વાંગે ઈ.સ. ૬૪૦ના અરસામાં ગુજરાતની મુલાકાત લીધી ત્યારે વલભીમાંમહારાજ ધ્રુવસેન બીજો રાજ્ય કરતો હતો. એ ચક્રવર્તી હર્ષવર્ધનનો જમાઈ થતો હતો. એના પુત્ર ધરસેન ચોથાએ 'મહારાજાધિરાજ’ અને 'ચક્રવર્તી' જેવાં મહાબિરુદ ધારણ કર્યાં. એના વંશજોએ મહાબિરુદ ચાલુ રાખ્યાં, પરંતુ તેમના સમયમા ભરૂચ પ્રદેશ નાંદીપુરીના ગુર્જરોએ જીતી લીધો.

અનુ-મૈત્રકકાળ વિશે સંપૂર્ણ માહિતી

→ મૈત્રક રાજ્યનો અંત આવતાં લાટના રાષ્ટ્રકૂટોએ ઉત્તર ગુજરાત સુધી સત્તા પ્રસારી રાજધાની (ખેડા)માં રાખી. → ઈ.સ. ૯૦૦ના અરસામાં એની જગ્યાએ દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનું સીધું શાસન પ્રવર્યું.

→ ઉત્તર ગુજરાતમાં અણહિલવાડ પાટણમાં વનરાજ ચાવડો અને એના વંશજોની રાજસત્તા પ્રવર્તી. → સૌરાષ્ટ્રમાં સૈંધવો, ચાલુક્યો અને ચાપોનાં રાજ્ય હતાં. તેમનાં પર રાજસ્થાનના ગુર્જર-પ્રતીહારોનું આધિપત્ય પ્રવર્તતું.

→ આમ, ઈ.સ. ૭૮૮થી ૯૪૨ના અંતરાલ-કાળ દરમિયાન ગુજરાતમાં કોઈ સર્વોપરી સત્તા પ્રવર્તી ન હોઈ,આ કાળને અનુ મૈત્રકકાલ તરીકે ઓળખવામાં આવે છે. આ કાળ દરમિયાન ગુજરાતમાં જૈન લેખકોએ અનેક ગણનાપાત્ર કૃતિઓ રચી. બૌદ્ધ ધર્મ હવે લુપ્ત થતો જતો હતો. હિન્દુ તથા જૈન ધર્મનો અભ્યુદય થયો.

→ ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન અર્થે વતન તજી સંજાણમાં આવી વસ્યા; તેઓ પારસીઓ તરીકે જાણીતા છે.

Socioeductions HomepageClick Here
Tags :
અનુ-મૈત્રકકાળઅનુ-મૌર્યકાળગુજરાતનો ઇતિહાસગુપ્તકાળજનરલ નોલેજમૈત્રકકાળમૌર્યકાળલોથલવલભીશક ક્ષત્રપકાળ
Next Article