સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

Krushi Rahat Package 2023: ખેડૂતોને મળશે નુકશાની સહાય, કેવી રીતે કરવી અરજી જુઓ

07:37 AM May 06, 2023 IST | admin
Krishi Rahat (Relief) Package Crop Loss Assistance to The Affected Farmers of Natural Calamities – Directorate of Agriculture, Gujarat

Krushi Rahat Package 2023: ગુજરાતના ધરતપુત્રોના હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. માર્ચ મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકશાન જોવા મળ્યું હતું. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને ખેડૂતો માટે અત્યારસુધીની સૌથી વધુ સહાય આપતું વિશેષ રાહત પેકેજ (Krushi Rahat Package 2023) જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.

Krushi Rahat Package 2023

યોજનાનું નામKrushi Rahat Package 2023
લાભાર્થીઓગુજરાતના ખેડૂતો
મુખ્ય લાભકુલ રૂ.૨૩,૦૦૦ પ્રતિ હેકટર
હેઠળ યોજનાગુજરાત સરકાર
પોસ્ટ કેટેગરીસરકારી યોજના

ખેડૂતોને મળશે નુકશાની સહાય

જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે કુલ સહાયની ચૂકવવાપાત્ર રકમ રૂ.૪૦૦૦ કરતાં ઓછી હશે, તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછી રૂ.૪૦૦૦ની સહાય ચૂકવવામાં આવશે. જેમાં તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવામાં આવશે.

લાભ લેવા કેવી રીતે કરવી અરજી

આ પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. ૭-૧૨ સહિતના જરૂરી સાધનિક પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે, તેમ તેમણે ઉમેર્યુ હતું.

ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
Next Article