For the best experience, open
https://m.socioeducations.com
on your mobile browser.
Advertisement

Krushi Rahat Package 2023: ખેડૂતોને મળશે નુકશાની સહાય, કેવી રીતે કરવી અરજી જુઓ

07:37 AM May 06, 2023 IST | admin
Advertisement
krushi rahat package 2023  ખેડૂતોને મળશે નુકશાની સહાય  કેવી રીતે કરવી અરજી જુઓ
Krishi Rahat (Relief) Package Crop Loss Assistance to The Affected Farmers of Natural Calamities – Directorate of Agriculture, Gujarat

Krushi Rahat Package 2023: ગુજરાતના ધરતપુત્રોના હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. માર્ચ મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકશાન જોવા મળ્યું હતું. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને ખેડૂતો માટે અત્યારસુધીની સૌથી વધુ સહાય આપતું વિશેષ રાહત પેકેજ (Krushi Rahat Package 2023) જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.

  • હેક્ટર દીઠ 13,500 ઉપરાંત 9,500 રૂપિયા સહાય ચૂકવાશે
  • 13 જિલ્લાના 48 તાલુકાઓમાં નુકસાન થયું છે
  • 33 ટકા કરતા ઓછા નુકસાનમાં સહાય નહી ચૂકવાય

Krushi Rahat Package 2023

યોજનાનું નામKrushi Rahat Package 2023
લાભાર્થીઓગુજરાતના ખેડૂતો
મુખ્ય લાભકુલ રૂ.૨૩,૦૦૦ પ્રતિ હેકટર
હેઠળ યોજનાગુજરાત સરકાર
પોસ્ટ કેટેગરીસરકારી યોજના

ખેડૂતોને મળશે નુકશાની સહાય

  • ખેડૂતોને મળશે નુકશાની સહાય: ઘઉં, ચણા, રાઈ, કેળ, પપૈયાં વગેરે જેવા ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે SDRFના ધારાધોરણો મુજબ પ્રતિ હેક્ટર રૂ.૧૩,૫૦૦ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી અત્યારસુધીની સૌથી વધુ એવી વધારાની રૂ.૯,૫૦૦ પ્રતિ હેક્ટર સહાય ગણતરીમાં લઈ કુલ રૂ.૨૩,૦૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે.
  • જ્યારે આંબા, લીંબુ, જામફળ જેવા બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં ૩૩ ટકા કે તેથી વધુ નુકશાનના કિસ્સામાં SDRFના નોર્મસ મુજબ પ્રતિ હેક્ટર મળવા પાત્ર રૂ.૧૮,૦૦૦ની સહાય
  • ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી રૂ.૧૨,૬૦૦ પ્રતિ હેકટર વધારાની સહાય ગણતરીમાં લઈ કુલ રૂ.૩૦,૬૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે.

જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે કુલ સહાયની ચૂકવવાપાત્ર રકમ રૂ.૪૦૦૦ કરતાં ઓછી હશે, તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછી રૂ.૪૦૦૦ની સહાય ચૂકવવામાં આવશે. જેમાં તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવામાં આવશે.

Krushi Rahat Package 2023

લાભ લેવા કેવી રીતે કરવી અરજી

આ પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. ૭-૧૨ સહિતના જરૂરી સાધનિક પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે, તેમ તેમણે ઉમેર્યુ હતું.

ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો