સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

IPL Auction 2024: IPL માં સૌથી મોંઘો ખેલાડી Mitchell Starc બન્યો, મિચેલ સ્ટાર્ક નું રિએકશન જુઓ

09:49 AM Dec 20, 2023 IST | admin

Mitchell Starc: દુબઈમાં ચાલી રહેલ IPL Auction 2024 માં ગઈ કાલે ઑસ્ટ્રેલિયન ક્રિકેટર Mitchell Starc ના રેકોર્ડ બ્રેક ભાવ બોલવામાં આવ્યા છે. સ્ટાર્ક ચોથા સેટમાં કેપ્ડ ફાસ્ટ બોલરોનો સમાવેશ કરીને બોલી માટે પોતાનું નામ આવે તેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો. તેના ઓસ્ટ્રેલિયાના કેપ્ટન અને મિત્ર પેટ કમિન્સ પહેલાથી જ INR 20.5 કરોડ (અંદાજે US$2.569 મિલિયન)માં સનરાઇઝર્સ હૈદરાબાદ ગયા હતા, જે 2023ની હરાજીમાં ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કુરન દ્વારા IPLનો અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો.

 

IPL Auction 2024 most expensive players

IPL 2024ની હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે Mitchell Starc ને 24.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ કિંમત સાથે સ્ટાર્ક IPLમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. IPL Auction 2024 most expensive players Mitchell Starc પહેલા પણ IPLનો ભાગ રહી ચૂક્યો છે, પરંતુ તે પછી તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમ્યો હતો. હવે KKR સાથે જોડાયા અને ટૂર્નામેન્ટનો સૌથી મોંઘો ખેલાડી બન્યા બાદ સ્ટાર્કની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.

 

સ્ટાર્ક માટે કોલકાતા-ગુજરાત ટકરાયા

ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક માટે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે પ્રારંભિક બિડિંગ વૉર થયું હતું. દિલ્હીએ રૂ. 9.60 કરોડ અને મુંબઈએ રૂ. 10 કરોડ સુધીની બોલી લગાવી હતી. અહીંથી ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે બિડિંગ વૉર થયું હતું. આખરે કોલકાતા નાઈટ રાઈડર્સે તેને 24.75 કરોડમાં ખરીદ્યો.

અત્યાર સુધીમાં 9 અનકેપ્ડ ખેલાડીઓ કરોડપતિ બની ચૂક્યા છે. સમીર રિઝવીને ચેન્નઈ સુપર કિંગ્સે 8.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. શુભમ દુબે 5.80 કરોડ રૂપિયામાં રાજસ્થાન રોયલ્સનો ભાગ બન્યો. જ્યારે શાહરૂખ ખાનને ગુજરાતે 7.40 કરોડમાં ખરીદ્યો હતો. વિકેટકીપર કુમાર કુશાગ્રને દિલ્હી કેપિટલ્સે રૂ. 7.20 કરોડમાં ખરીદ્યો હતો અને બોલર યશ દયાલ રૂ. 5 કરોડમાં બેંગલુરુનો ભાગ બન્યો હતો.

 

પંજાબ-ચેન્નઈમાં મિચેલ માટે બિડિંગ વૉર

પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ન્યૂઝીલેન્ડના બેટિંગ ઓલરાઉન્ડર ડેરીલ મિચેલ માટે બિડિંગ વૉર થયું હતું. બંને ટીમે રૂ. 12થી 13.75 કરોડની બોલી લગાવી હતી. આખરે ચેન્નઈએ મિચેલને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

Courtesy: DivyBhaskar

Tags :
IPL Auction 2024Mitchell Starcmost expensive players
Next Article