સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

Indian Army Agniveer Bharti 2024: ભારતીય સેનામાં 25 હજાર અગ્નિવીરોની ભરતી, ભારતીય સેનામાં ભરતી

11:22 AM Feb 16, 2024 IST | Natvar Jadav
Indian Army Agniveer Bharti 2024: Indian Army Agniveer સ્કીમ અંતર્ગત અગ્નિવીર માટેની ભરતી બહાર પાડવામા આવી છે.

Indian Army Agniveer Bharti 2024: Indian Army Agniveer સ્કીમ અંતર્ગત અગ્નિવીર માટેની ભરતી બહાર પાડવામા આવી છે. ઇન્ડીયન આર્મી મા જોડાઇને કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે આ સારી તક છે. Indian Army Agniveer માટેની આ ભરતી માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે થી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. જે 13 ફેબ્રુઆરી થી ઓનલાઇન અરજી કરી શકાસે.

Indian Army Agniveer Bharti 2024

ભારતીય સેનામાં અગ્નિપથ સ્કીમ અંતર્ગત 25 હજાર અગ્નિવીરોની ભરતી માટે અરજી પ્રક્રિયા આઠ જાન્યુઆરીથી શરુ થનાર હતી. પણ હજુ સુધી ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રોસેસ શરૂ થયેલ નથી. સેનામાં ભરતી માટેની ઓફીસીયલ વેબસાઈટ https://joinindianarmy.nic.in પર જાહેર કરવામા આવેલ નોટિફિકેશન અનુસાર, કોમન એન્ટ્રેંસ એક્ઝામ 2024-25 માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 13 ફેબ્રુઆરીથી શરુ કરવામા આવનાર છે. ઓફીસીયલ વેબસાઇટ પર મૂકવામા આવેલી સૂચના અનુસાર કોમન એન્ટ્રેંસ એક્ઝામ માટે રજીસ્ટ્રેશન 13 ફેબ્રુઆરી 2024 થી શરૂ થશે. અગ્નિવીર ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 21 માર્ચ છે. ઉમેદવારોને અરજી ફોર્મ ભરતી વખતે ખાસ કાળજી રાખવાની રહેશે. કારણ કે એક વાર ડિટેલ સમબિટ કર્યા બાદ તેને જ ફાઈનલ માનવામાં આવશે.

કોમન એન્ટ્રેસ ટેસ્ટ

ભારતીય સેના મા ભરતી માટે અગ્નિવીરો અને જેસીઓ સહિત અન્ય પોસ્ટ પર ભરતી માટે પહેલી વાર કોમન એન્ટ્રેસ ટેસ્ટનું આયોજન એપ્રિલ 2023 માં કરવામા આવ્યુ હતું. ઇન્ડીયન આર્મી મા ભરતી માટેની કોમન એંન્ટ્રેંસ ટેસ્ટ માટે અરજીઓ ઓનલાઈન મોડમાં થાય છે. પરીક્ષાનું આયોજન એપ્રિલ મહિનામાં કરવામાં આવશે. જે ઉમેદવાર આ પરીક્ષામાં પાસ થશે, તેમને ફિઝિકલ અને મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામા આવશે.

ભારતીય સેનામાં અગ્નિવીર પદ પર ભરતી માટે અરજી ફી પેટે 550 રૂપિયા જીએસટી આપવાનો રહેશે.

શૈક્ષણિક લાયકાત

ઇન્ડીયન આર્મી મા અગ્નિવીર અંતર્ગત ભરતી માટે નીચે મુજબ શૈક્ષણિક લાયકાત નિયત કરવામા આવેલ છે.

વય મર્યાદા

ભારતીય સેનામાં અગ્નિવીર બનવા માટે ઉંમર લઘુતમ વય મર્યાદા 17 વર્ષ જયારે મહતમ વય મર્યાદા 21 વર્ષ નિયત કરવામા આવેલ છે.

સીલેકશન પ્રોસેસ

ભારતીય સેનામાં અગ્નિવીર ભરતી માટે પસંદગી પ્રક્રિયા ચાર તબક્કામાં કરવામા આવે છે.

અગ્નિવીર ભરતી લેખીત પરીક્ષા 100 ગુણની લેવામા આવે છે

અગ્નિવીર ભરતી લેખીત પરીક્ષા 100 ગુણની લેવામા આવે છે. જેમાં જનરલ નોલેજ, જનરલ સાયન્સ, મેથ્સના 15 માર્ક્સના 30-30 પ્રશ્નો પૂછવામાં આવે છે, જ્યારે લોજિકલ રીઝનિંગના 10 ગુણના 5 પ્રશ્ન હોય છે. આવી જ રીતે 100 ગુણના 50 પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પરીક્ષામાં દરેક ખોટા જવાબ માટે 1/4 માર્ક્સ નેગેટિવ માર્કિંગ પણ રાખવામા આવેલ છે. ઉમેદવારોને પરીક્ષામાં પાસ થવા માટે કમસે કમ 35 ગુણ મેળવવા જરૂરી છે. જો કે, ઉમેદવારોનું ફાઈનલ સિલેક્શન મેરિટના આધાર પર કરવામા આવે છે.

Tags :
Agniveer BhartiBhartiy SenaIndian ArmySarkari Nokari
Next Article