સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

તમારા નામ પર કોઈ બીજા વ્યક્તિ તો સિમકાર્ડ નથી વાપરતા ને? આ રીતે ચેક કરો

10:31 AM May 16, 2023 IST | admin
tafcop.dgtelecom તમારા ID પર કોઈ બીજા વ્યક્તિ તો સિમકાર્ડ નથી વાપરતા ને? આ રીતે ચેક કરો 2 મિનિટમાં તમારા ID પર કેટલા સિમ ચાલુ છે

તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે? અત્યારના સમયમાં ફ્રોડ બહુ વધી રહ્યા છે, ત્યારે આપણા નામ પર કેટલા સીમ કાર્ડ ચાલુ છે તે જાણવું આપણા માટે ખૂબ જ મહત્વનું છે. ઘણી વખત આપણી જાણ બહાર આપણા નામ પર કોઈ કાર્ડ વાપરતું હોય છે અને આપણને જાણ પણ હોતી નથી. આજે અમે તમારા માટે ખૂબ જ ઉપયોગી માહિતી લાવ્યા છીએ. જેની મદદ થી તમે તમારા નામ પર કેટલા સીમ ચાલુ છે તે જાણી શકશો. સીમકાર્ડ ચેક કરવાની લીંક

તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે? તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે ? આજે જ ચેક કરો.

તમારા નામ પર કેટલા સીમ ચાલુ છે તે ઓનલાઇન ચેક કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરવા પડશે.

સ્ટેટ બાય સ્ટેપ પ્રોસેસ

આ રીતે તમારા નામ પર ઇસ્યૂ થયેલા સિમકાર્ડની સંખ્યા જાણી શકો છો.

ટેલિકોમ વિભાગે TAFCOP (ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન) નામનું પોર્ટલ તૈયાર કર્યું છે. tafcop.dgtelecom.gov.in પોર્ટલ પર દેશમાં એક્ટિવ મોબાઈલ નંબરનો ડેટાબેઝ અપલોડ થયેલો છે. પોર્ટલના માધ્યમથી સ્પૅમ અને ફ્રોડ કોલ્સ કન્ટ્રોલ પણ કરી શકાય છે. તમારા નામે કેટલાં સિમ કાર્ડ એક્ટિવ છે એ માત્ર 30 સેકન્ડમાં જાણી શકો છો.

જો તમને એવું લાગે છે કે આ લિસ્ટમાં કોઈ એવો નંબર છે, જે તમે યુઝ નથી કરી રહ્યા અને તમારા નામે ખોટી રીતે ઈસ્યુ થયો છે, તો તમે આ નંબર સામે પગલાં પણ લઈ શકો છો. આવા શંકાસ્પદ નંબરને બંધ કરવા માટે તમે આ જ વેબસાઈટ પરથી રિક્વેસ્ટ કરી શકો છો. આ માટે તમારે બસ આ અનઓથોરાઈઝ્ડ મોબાઈલ નંબર સામે રિપોર્ટ અને બ્લોકના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. જો તમને લિસ્ટમાં કોઈ એવો નંબર મળે છે, જે તમે નથી વાપરી રહ્યા તો, તમારે તાત્કાલિક આવા નંબર સામે પગલાં લેવા જોઈએ. તમારી અને દેશની સુરક્ષા માટે આ એક જરૂરી પગલું છે.

સીમકાર્ડ ચેક કરવાની લીંકઅહીં ક્લિક કરો
Home pageઅહીં ક્લિક કરો

એક ID પર કેટલા સીમકાર્ડ કઇ શકાય છે ?

નિયમો અનુસાર, એક આઈડી પર 9 સિમ એક્ટિવેટ કરી શકાય છે, પરંતુ જમ્મુ-કાશ્મીર, આસામ સહિત નોર્થ-ઈસ્ટ રાજ્યના આઈડી પર માત્ર 6 સિમ એક્ટિવેટ કરી શકો છો.

Next Article