સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

Gyan Sahayak Bharti 2023: રાજ્યની પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી

05:34 PM Sep 02, 2023 IST | Natvar Jadav
Gyan sahayak Recruitment 2023

Gyan sahayak Recruitment 2023: રાજયની પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા પ્રવાસી શિક્ષકોને બદલે 11 માસના કરાર આધારીત જ્ઞાનસહાયક શિક્ષકોની ભરતી કરવાની યોજના અમલમા આવેલી છે. જે અંતર્ગત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનીત ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમા જ્ઞાનસહાયક શિક્ષકોની નિમણૂંક કરવા માટે જાહેરાત આવેલી છે. આ ભરતીની તમામ માહિતી મેળવીએ.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી

ભરતી સંસ્થાએસ.એસ.એ. ગુજરાત
કાર્યક્ષેત્રમાધ્યમિક શાળા ભરતી
નોકરીનું સ્થળગુજરાત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ26-8-2023 થી 4-9-2023
ઓફિશ્યિલ વેબસાઈટgyansahayak.ssagujarat.org

જ્ઞાનસહાયક ભરતી 2023

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક)’ માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (માધ્યમિક)”ની જગ્યાના કરાર બાબત ભરવા માટે ભરતી જાહેરાત આવેલી છે.

Gyan sahayak Bharti 2023

જ્ઞાન સહાયક (માધ્યમિક) ૪૦ વર્ષ શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ‘જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક)” માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત ‘‘જ્ઞાન સહાયક (માધ્યમિક)”ની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

Gyan Sahayak Bharti 2023: ગુજરાતમાં બમ્પર નોકરીની જાહેરાત, 30 હજાર સરકારી શિક્ષકોની ભરતી કરશે સરકાર

રાજ્યની પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી

ઉપ૨ોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. ઉમેદવારે ઓન-લાઈન અરજી http://gyansahayak.ssgujarat.org વેબસાઈટ પર જઈ કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબ સાઈટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહી. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહી.

ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફસ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.

ઓન-લાઈન અરજી કરવાની તારીખઃ ૨૬/૦૮/૨૦૨૩ (૧૪:૦૦ કલાક થી શરૂ) ઓન-લાઈન અરજી કરવાની છેલ્લી તારીખઃ ૦૪/૦૯/૨૦૨૩ (૨૩:૫૯ કલાક સુધી)

જ્ઞાનસહાયક ભરતી માટે તા.26 ઓગષ્ટથી ઓનલાઇન અરજી શરૂ થશે. તમારા મિત્રો જે TAT પરીક્ષા પાસ હોય તેમને અચુક જાણ કરો.

gyansahayak ssgujarat org અરજી કરવાની રીત

જ્ઞાનસહાયક ભરતી ઓફીસીયલ વેબસાઇટઅહિ ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Gyan sahayak Recruitment 2023
Tags :
Gyan Sahayak Bharti 2023Gyan sahayak Recruitment 2023
Next Article