For the best experience, open
https://m.socioeducations.com
on your mobile browser.
Advertisement

ગુરુ પૂર્ણિમા 2023: Quotes, Wishes, શાયરી, Status, and Images in Gujarati

07:41 AM Jul 03, 2023 IST | admin
Advertisement
ગુરુ પૂર્ણિમા 2023  quotes  wishes  શાયરી  status  and images in gujarati
Guru Purnima Quotes in Gujarati

શું મિત્રો તમે પણ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે Happy Guru Purnima Quotes in Gujarati શોધી રહ્યા છો? જો હા, તો આ લેખ તમને ચોક્કસ મદદરૂપ થશે.

મિત્રો, ગુરુ પૂર્ણિમાનો તહેવાર દર વર્ષે અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમાની ઉજવણી સોમવાર, 3 જુલાઈ 2023 ના રોજ કરવામાં આવશે. આ પોસ્ટ માં તમારા માટે બેસ્ટ 30+ Happy Guru Purnima Wishes in Gujarati આપેલ છે, જે તમને ચોક્કસ પસંદ આવશે.

ગુરુ પૂર્ણિમા 3 જુલાઈ 2023

ગુરુ પૂર્ણિમા માટે અહીં નીચે ખુબજ સરસ Happy Guru Purnima Quotes in Gujarati, Guru Purnima Wishes in Gujarati, ગુરુ પૂર્ણિમા સુવિચાર, Guru Purnima શાયરી in Gujarati, Guru Purnima Message in Gujarati, ગુરુ વિશે શાયરી અને Guru Purnima Status in Gujarati આપેલ છે.

માથાં પર હોય જયારે ગુરુનો હાથ,
ત્યારે જ બને છે જીવનનો સાચો આકાર.

🌷 ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ 🌷

Guru Purnima Wishes in Gujarati

જિંદગી માં ધર્મપત્ની થી મોટો ગુરુ કોઈ હોઈ ના શકે, જેટલા પાઠ શીખવ્યા છે તે બદલ

ગુરુપૂર્ણિમા નિમિતે તેમને સાદર પ્રણામ.😂

Guru Purnima Shayari in Gujarati

આકાર વિના પથ્થર નું ના હોય કોઈ મોલ રે…
શિલ્પી ના કંડારતા બને અનમોલ રે…

🙏 ગુરુ પૂર્ણિમાની અનંત શુભેચ્છાઓ 🙏

Guru Purnima Shayari in Gujarati

Guru Purnima Message in Gujarati

સમર્પિત આ જીવન નિરંતર એના ચરણોમાં રાખું છું, હૃદય ના દરેક ધબકારે અને આ અખોના એક-એક પલકારે બસ હું મારા ગુરુ નું નામ સજાવું છું.

💐 Happy Guru Purnima 💐

Guru Purnima Quotes in Gujarati

ગુરુ વિશે શાયરી, Guru Vishe Shayri

વગર કારણે આપડા દોષ ના હોય તો પણ દોષ શોધ્યા કરતા એવા મારા સબંધીઓ પણ ગુરુ જ મનાય એટલે, એમને પણ ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ. 🙏

Guru Purnima Special Whatsapp Video Status 2023

Guru Purnima Status in Gujarati

ગુરુ પૂર્ણિમાના દિવસે WhatsApp, Instagram, અને Facebook માં મુકવા માટે અહીં નીચે એક ખુબજ સરસ Happy Guru Purnima Status in Gujarati આપેલ છે. એક વાર જરૂર થી જુઓ ચોક્કસ પસંદ આવશે.

Guru Purnima 2023 : શા માટે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે, જાણો તેનો શુભ સમય

Guru Purnima 2023: અષાઢ મહિનામાં આવતી પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. તે અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી ઓળખાય છે. કેટલાક લોકો તેને અષાઢ પૂર્ણિમા કહે છે તો કેટલાક લોકો તેને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. મહર્ષિ વેદ વ્યાસ જયંતિ પણ આ દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે, ગુરુ પૂર્ણિમા ઉજવવાનો શુભ સમય જુલાઈ મહિનાના પ્રથમ સોમવારે છે.

શા માટે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે
  • કોની યાદમાં ઉજવવામાં આવે છે: હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર, દર મહિનાના શુક્લ પક્ષની છેલ્લી તિથિને પૂર્ણિમા કહેવામાં આવે છે. તેમાંથી અષાઢ માસની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે વેદના સર્જક મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે. તેથી જ આ દિવસે ઘણી જગ્યાએ વેદ વ્યાસ જયંતિ પણ ઉજવવામાં આવે છે. જો કે, ગુરુ પૂર્ણિમા પર, તે તમારા ગુરુને તેમની પૂજા કરીને આદર દર્શાવવાનો પવિત્ર તહેવાર છે. આ દિવસે આપણે આપણા શિક્ષકોનું સન્માન કરીએ છીએ અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.
  • ક્યારે ઉજવાશે આ તહેવાર: આપણા ધાર્મિક કેલેન્ડરની ગણતરી મુજબ આ વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમા 2 જુલાઈએ રાત્રે 8.21 કલાકે શરૂ થઈ રહી છે. જે 3 જુલાઈના રોજ સાંજે 5.08 કલાકે થશે. આવી સ્થિતિમાં, ઉદયતિથિની માન્યતા અનુસાર, ગુરુ પૂર્ણિમાનો તહેવાર 3 જુલાઈએ જ ઉજવવામાં આવશે.
  • શુભ સમય: ગુરુ પૂર્ણિમાના દિવસે, ગુરુની પૂજા, સ્નાન અને દાન માટેનો સૌથી શુભ સમય 3 જુલાઈના રોજ સવારે 5.27 થી 7.12 સુધીનો રહેશે. આ પછી સવારે 8.56 થી 10.41 સુધીનો મુહૂર્ત શ્રેષ્ઠ માનવામાં આવે છે.
  • શા માટે ઉજવવામાં આવે છે ગુરુ પૂર્ણિમા: અવું પણ કહેવાય છે કે, આ તહેવાર બૌદ્ધો દ્વારા પણ બુદ્ધના સન્માનમાં ઉજવવામાં આવે છે, જેમણે આ પવિત્ર દિવસે સારનાથના ઐતિહાસિક સ્થળ પર પોતાનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો. તેથી જ યોગિક પરંપરા અનુસાર, તે દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શિવ પ્રથમ ગુરુ બન્યા હતા અને તેમણે સપ્તર્ષિઓને યોગનું જ્ઞાન આપ્યું હતું.

About Guru Purnima in Gujarati

ગુરુ ‘ગુ’ એટલે અંધકાર અને ‘રુ’ એટલે તે અંધકાર ને દૂર કરનાર, અજ્ઞાનનો અંધકાર દૂર કરે તે “ગુરુ” આ ગુરુનો મહિમા ગાવા, ગુરુ ઋણનું સ્મરણ કરવા અને ગુરુપ્રાપ્તિનો કેફ ઘૂંટવા અને ગુરુમય બની જવાનો દિવસ એટલે “ગુરુપૂર્ણિમા”.

ગુરુ પૂર્ણિમા એ હિન્દૂ અને બૌદ્ધ ધર્મના લોકો દ્વારા ઉજવવામાં આવતો પવિત્ર તહેવાર છે. એવું માનવામાં આવે છે કે, મહાભારતના રચયિતા ગુરુ વેદ વ્યાસનો જન્મ અષાઢ પૂર્ણિમા ના દિવસે થયો હતો. તેમની જન્મજયંતિ તરીકે દર વર્ષે આ તહેવાર અષાઢ પૂર્ણિમાના દિવસે એટલે કે જૂન કે જુલાઇ માસમાં ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા ને ‘વ્યાસ પૂર્ણિમા’ તરીકે પણ ઓળખવામાં આવે છે

હિન્દુ ધર્મના કેટલાક મહત્વપૂર્ણ ગુરુઓ માં શ્રી આદિ શંકરાચાર્ય, શ્રી રામાનુજ આચાર્ય અને શ્રી માધવાચાર્ય ઉલ્લેખનીય છે.

બૌદ્ધો દ્વારા ગૌતમ બુદ્ધના સન્માનમાં પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માને છે કે, ગુરુ પૂર્ણિમાના દિવસે, ગૌતમ બુદ્ધે ભારતીય ઉત્તરપ્રદેશ રાજ્યમાં સારનાથ નામના સ્થળે પ્રથમ ઉપદેશ આપ્યો હતો.

મિત્રો, તો બસ હવે હું મારા શબ્દોને અહીં જ વિરામ આપું છે, તમને ગુરુ પૂર્ણિમા ની આ Happy Guru Purnima Quotes in Gujarati અને Guru Purnima Shayari in Gujarati પોસ્ટ પસંદ આવી હશે તેવી હું આશા રાખું છું. આપણી વેબસાઇટ socioeducations.com પર હું આવીજ તહેવારોને લગતી Quotes અને Wishes ની પોસ્ટો લખતો હોવ છું, એટલે મુલાકાત લેતા રેજો.

Tags :