For the best experience, open
https://m.socioeducations.com
on your mobile browser.
Advertisement

ગુજરાતની પાઘડીઓ, ગુજરાતના પરગણાં અને પંથકો

09:21 AM Dec 02, 2023 IST | admin
Advertisement
ગુજરાતની પાઘડીઓ  ગુજરાતના પરગણાં અને પંથકો

ગુજરાતની પાઘડીઓ:- પશ્ચિમ ભારતમાં આવેલું ગુજરાત રાજ્ય જે વ્યક્તિઓની માતૃભૂમિછે, તેવા લોકોને ગુજરાતી કહેવામાં આવે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો જે લોકો ગુજરાતી બાષા બોલે છે, તેમને ગુજરાતી કહેવામાં આવે છે.

ગુજરાતની પાઘડીઓ

પાઘડી એ માથા પર બાંધીને પહેરવાનું પરિધાન અથવા પહેરવેશ છે. પાઘડી વિશ્વના અનેક સમાજોમાં પ્રચલિત હતી. ભારત દેશમાં પણ પાઘડીનું ઘણું ચલણ હતું અને બધાજ વર્ગના લોકો પાઘડી ધાર કરતા હતા. એ સમયમાં લોકો પાપડીનો આકાર જોઇને એની પ્રાદેશિક અને ધંધાકીય ઓળખ કરી શકતા હતા. અંગ્રેજોના આગમન પછીના સમયમાં આ પરિસ્થિતિમાં ધીરે-ધીરે ઓટ આવી, હતી. વર્તમાન

ગુજરાત રાજ્યમાં પણ પાઘડી પહેરવાની પરંપરા ઘણી જ પ્રચલિત અને સામાજિક મોભા પ્રમાણેની સમયમાં પણ અંહીના ભાતિગળ મેળાઓમાં, લગ્ન તેમજ નવરાત્રી જેવા ઉત્સવોમાં પાઘડી પહેરેલા પુરુષો જોવા મળે છે. ગુજરાતી લોકગીતો, વાર્તાઓ, કહેવતો વગેરેમાં પણ પાડીનો ઉલ્લેખ અવારનવાર થયેલો જોવા મળે છે.

ગુજરાતના પરંપરાગત રીતે ઓળખાતા વિવિધ પ્રદેશો જેમકે કાઠિયાવાડ ખાતે ઓખામંડળ, હાલાર, ઝાલાવાડ, પાંચાળ, બારાડી, નાઘેર, સીમર, મચ્છુકાંઠો, બાબરીયાવાડ, વાળાક અને વાગઢ, આભીર દેશ (કચ્છ) ખાતે વાગડ, ગરો, પાવર, માવટ, મેઆણી, અબડાસો, મોડાસો, કાંઠી અને પ્રાંથડ, ઉત્તર ગુજરાત ખાતેના ચોઘડ, જતવાડો, નહેર, વઢિયાર, ઘંટ, છપ્પન, પાટણવાડો અને દંઢાવ્ય, અમદાવાદ જિલ્લા ખાતે ભાલ, કન્નુર અને નળકાંઠા, દક્ષિણ તરફના ખંભાતખારું, વાંકળ, સંખેડા, મહુવાણ, કંઠાળ, નીમાડ, ખાનદેશ, મેવાડ, રાજ, મઠોર, ડાંગ અને બાગલાણ પંથકોમાં રહેતી વિવિધ લોકજાતિઓએ પોતાની પ્રાદેશિક સંસ્કૃતિની ઓળખ આપતી પાઘડી પહેરતા હતા.

પશ્ચિમ ભારતમાં આવેલું ગુજરાત રાજ્ય જે વ્યક્તિઓની માતૃભૂમિછે, તેવા લોકોને ગુજરાતી કહેવામાં આવે છે. અથવા બીજા શબ્દોમાં હીએ તો જે લોકો ગુજરાતી બાષા બોલે છે, તેમને ગુજરાતી કહેવામાં આવે છે. ગુજરાતી લોકો પોતાની રહેણી કરણી, ભાષા, ખોરાક, રીત-રિવાજો, વગેરેને કારણે અલગ તરી આવે છે. ગુજરાતીઓ સામાન્ય રીતે મળતાવડા અને પોતાની સંસ્કૃતિને વળગી રહેનારા લોકો છે, અને તેમનો ખોરાક તેઓ ક્યારેય બદલી શકતા ન હોવાથી, પ્રચલિત ઉક્તિ છે કે, જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં વસે ગુજરાત. ગુજરાત ના લોકો પ્રેમાળ હોય છે.

પ્રસિદ્ધ ગુજરાતીઓમાં સરદાર વલ્લભભાઈ પટેલ, મોહનદાસ ગાંધી, ધીરુભાઈ અંબાણી, સ્વામી દયાનંદ સરસ્વતીનો સમાવેશ થાય છે.

ગુજરાતના પરગણાં અને પંથકો

કાઠીયાવાડ - જેતપુર, જસદણ, અમરેલી ના વિસ્તાર કાઠીયાવાડ તરીકે ઓળખાય છે.
સોરઠ - જુનાગઢ (જુનાગઢ જિલ્લાનો ગીરનારનો દક્ષિણ દરિયા કિનારા સુધીનો ભાગ) - જામનગર,ગોંડલ, રાજકોટ, પ્રોલ વગેરે
હાલાર - જુનાગઢ (જુનાગઢ જિલ્લાનો ગીરનારનો દક્ષિણ દરિયા કિનારા સુધીનો ભાગ)
ગોહિલવાડ - ભાવનગર, પાલીતાણા
ઝાલાવાડ - ધાંગધ્રા, બજાણા, પાટડી
ઘેડ - દરીયાકિનારા પર નવી બંદર અને માધવપુર વચ્ચેનો વિસ્તાર પેડ પ્રદેશ ગજાય
લીલી નાઘેર - માધવપુર થી ચોરવાડ
નળકાંઠો - બાવળા, સાણંદ, વિરમગામ, વગેરે વિસ્તાર
કાનમ - ભરૂચ (ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ જ્યાં રંગુર પ્રકારની મધ્યકાળી જમીન હોવાથી કપાસનું વાવેતર થાય છે)
લાટ - ભરૂચ - સૂરત
વઢિયાર - મહેસાણા (બનાસ નદી અને સરસ્વતી નદી વચ્ચેની વિસ્તાર)
વાગડ - કચ્છ
બન્ની - કચ્છ
ચરોતર - મહી અને શેઢી નદી વચ્ચેનો વિસ્તાર. જિ. ખેડા

ગુજરાત વિષે વધુ જાણવા

હોમ પેજઅહીં ક્લિક કરો
સરકારી નોકરી અને યોજનાને લગતી માહિતી માટેઅહીં ક્લિક કરો
Tags :