For the best experience, open
https://m.socioeducations.com
on your mobile browser.
Advertisement

Gujarat Voter List 2022, મતદાર યાદીમાં તમારું નામ ચેક કરો ઘરેબેઠા

09:27 AM Nov 13, 2022 IST | admin
Advertisement
gujarat voter list 2022  મતદાર યાદીમાં તમારું નામ ચેક કરો ઘરેબેઠા
મતદાર યાદીમાં તમારું નામ ચેક કરો ઘરેબેઠા

મતદાર યાદી ગુજરાત 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી મહિને યોજાવાની છે ત્યારે ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત ની લેટેસ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં કુલ 4.50 કરોડ મતદાતા પોતાનું મત આગામી વિધાનસભા ચૂંટણીમાં આપશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ 1 અને 5 ડિસેમ્બરે કુલ બે તબક્કામાં યોજાશે અને મતગણતરી તારીખ 8 ડિસેમ્બર ના દિવસે કરવામાં આવશે. ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં તે ઘરેબેઠા ઓનલાઈન ચેક કરી શકો છો. નીચે આપેલ સરળ સ્ટેપ દ્વારા તમે મતદાર યાદીમાં તમારું નામ ચેક કરી શકો છો.

મતદાર યાદી ગુજરાત 2022

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા 10 ઓક્ટોબર 2022 ના રોજ ગુજરાત ની લેટેસ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ મતદાર યાદી પુરુષ અને મહિલા મળીને કુલ 4.61 લાખ નવા યુવા મતદાર એટલે કે 18 થી 19 વર્ષના મતદારો નોંધાયા છે. આ મતદાર યાદીમાં મતદાન મથકનું નામ અને સરનામું અને મતદારોની સંખ્યા વગેરેની માહિતી આ લેટેસ્ટ મતદાર યાદીમાં આપવામાં આવી છે.

Gujarat Voter List 2022

ગુજરાત મતદાર યાદી 2022

ચૂંટણીપંચ દ્વારા ગુજરાત રાજ્યની લેટેસ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. નીચે આપેલ ત્રણ રીતથી તમે લેસ્ટેસ્ટ મતદાર યાદી ડાઉનલોડ કરી શકો છો.

મતદાર યાદી ગુજરાતમાં નામ કેવી રીતે ચેક કરવું?

  • સૌ પ્રથમ NVSP ની ઓફિશિયલ વેબસાઈટ www.nvsp.in ની મુલાકાત લો.
  • વેબસાઈટ ઓપન કર્યા બાદ આપેલ ઑપ્સનમાંથી Search In Electoral પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ નવું પેજ ઓપન થાય એમાં તમે બે રીતથી તમારું નામ મતદાર યાદીમાં ચેક કરી શકો છો.
  • તમારું ચૂંટણી કાર્ડ નંબર એટલે Epic નંબર નાખીને અથવા તમારું નામ,પિતાનું નામ,ઉંમર,વિધાનસભા, રાજ્ય વગેરે સિલેક્ટ કરીને તમે તમારું નામ મતદાર યાદીમાં ચેક કરી શકો છો.
  • ઉપરની બંને રિતમાંથી કોઈપણ એક રીત સિલેક્ટ કરીને તમામ વિગતો ભરીને Search બટન પર ક્લિક કરશો એટલે નવા પેજમાં તમારી તમામ ડિટેલ્સ જોવા મળશે.
  • તમામ માહિતી ચેક કર્યા પછી Print Voter Information પર ક્લિક કરવાથી તમે તમારી Voter Information પ્રિન્ટ કરી શકો છો.

Voter Helpline એપની મદદથી મતદાર યાદીમાં નામ ચેક કરવું

  • સૌ પ્રથમ Play Store માંથી Voter Helpline Application ડાઉનલોડ કરો.
  • એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ Search Your Name In Electoral પર ક્લિક કરવાનું રહેશે.
  • નવું પેજ ઓપન થશે એમાં તમને ત્રણ વિકલ્પ દેખાશે:
    • બારકોડ દ્વારા
    • તમારી વિગતો દ્વારા
    • ચૂંટણી કાર્ડ નંબર એટલે કે Epic નંબર દ્વારા
  • ઉપર આપેલ કોઈપણ એક રીત સિલેક્ટ કર્યા બાદ તેમાં માંગેલી તમામ માહિતી ભર્યા બાદ તમને નવા પેજમાં તમારી મતદાન ની તમામ માહિતી જોવા મળશે.
  • આમ, Voter Helpline એપની મદદથી તમે સરળતાથી મતદાર યાદીમાં તમારું નામ ચેક કરી શકો છો.

મતદાર યાદી ગુજરાત PDF ડાઉનલોડ

  • સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/frmEPDFRoll.aspx પર જાઓ.
  • ત્યારબાદ તમારો જિલ્લો અને વિધાનસભા ક્ષેત્ર પસંદ કરો.
  • નીચે આપેલ Captcha Code દાખલ કરો.
  • તેના પછી નીચે આપેલ ગામના નામમાંથી તમારા ગામનું નામ હશે ત્યાં Show બટન પર ક્લિક કરવાથી તમારા આખા ગામ અથવા શહેર ની મતદાર યાદી ડાઉનલોડ થઈ જશે.

આમ, ઉપર આપેલી તમામ રીતો દ્વારા તમે સરળતાથી મતદાર યાદીમાં તમારું નામ અથવા મતદાર યાદી ડાઉનલોડ કરી શકો છો.