સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

Gujarat Talati Bharti 2024: હવેથી 12 પાસ પર તલાટી ભરતી નહિ થાય, શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર

10:16 AM Dec 12, 2023 IST | admin
તલાટી ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર

Gujarat Talati Bharti 2024: ગુજરાત તલાટી ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રી ની લાયકાત ૧૨ પાસ બદલીને સ્નાતક કક્ષાની કરવામાં આવી છે. હવેથી તલાટી કમ મંત્રી સંવર્ગની જાહેરાત સ્નાતક કક્ષાએ લેવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. જોકે તલાટી ની તમામ પોસ્ટ ભરાઈ ગઈ હોવાના કારણે નજીકના ભવિષ્યમાં પરીક્ષાની કોઈ શક્યતા નથી.

તલાટી ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર

Gujarat Talati exam qualification: 2023/PRR/102013/1891/KH ના No.KP/66:- કલમ 114ની પેટા-કલમ (1) ની કલમ (a) અને પેટા-કલમ (5) સાથે વાંચવામાં આવેલી કલમ 274 દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 (1993 ના ગુજ.18) ની કલમ 227, ગુજરાત સરકાર આથી ગ્રામ પંચાયત સચિવ, વર્ગ III, સુપિરિયર પંચાયત સેવા ભરતી નિયમો, 2013 માં સુધારવા માટે નીચેના નિયમો બનાવે છે, એટલે કે:-

તલાટી-કમ-મંત્રીની કામગીરી

ગ્રામ પંચાયત મંત્રીએ સરકારના પંચાયત વિભાગના કર્મચારી હોવાથી તે રાજ્ય સરકારના પંચાયત વિભાગને લગતી તમામ કામગીરી કરવાની થાય છે. પંચાયતની યોજનાઓને લગતી તમામ કામગીરી તથા પંચાયત વિભાગ દ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી ગ્રામ પંચાયત મંત્રીએ કરવાની થાય છે. જિલ્લાવાર ગ્રામ પંચાયત મંત્રીની ભરતી પંચાયત પસંદગી મંડળ દ્વારા કરવામાં આવે છે.

સુપિરિયર પંચાયત સેવા ભરતી નિયમાં

અત્યાર સુધી તલાટીની પરીક્ષા ધોરણ 12 પાસ પર લેવામાં આવતી હતી

Gujarat Talati Bharti 2024

તલાટીની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર મળી રહ્યા છે, જેમાં પંચાયત વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેતા હવે ગુજરાત તલાટી ભરતી 2024 (Gujarat Talati Bharti 2024) ની ગ્રેજ્યુએશન પર ભરતી કરવામાં આવશે, અત્યાર સુધી 12 પાસ પર ભરતી કરવામાં આવતી હતી. તલાટીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે નોંધ લેવા જેવી છે,

Tags :
GraduationGujarat Talati Bharti 2024Talathi Bharti 2023Talati examTalati Exam Preparation 2024talati exam qualification
Next Article