સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

GSSSB Bharti 2024: સંશોધન મદદનીશ તથા આંકડા મદદનીશ વર્ગ-3ની ભરતી

09:46 AM Jan 02, 2024 IST | admin
સંશોધન મદદનીશ તથા આંકડા મદદનીશ વર્ગ-3ની ભરતી

GSSSB Bharti 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં સંશોધન મદદનીશ, આંકડા મદદનીશ સહીતની પોસ્ટ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2024 છે. અરજી ફોર્મ 2 જાન્યુઆરી થી શરુ થશે.

સંશોધન મદદનીશ તથા આંકડા મદદનીશ વર્ગ-૩ની ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા સામાન્ય વહીવટ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર ની કચેરી, ગાંધીનગર હસ્તકની કચેરીઓમાં વર્ગ-૩ ના જુદા જુદા તાંત્રિક સંવર્ગોની નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર તા.૦૨/૦૧/૨૦૨૪ (૧૪-૦૦ કલાક) થી તા. ૧૬/૦૧/૨૦૨૪ (સમય ૨૩-૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત (આગળ ફકરા નં-૭ માં દર્શાવેલ) આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે.

GSSSB Bharti 2024

ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની https://gsssb.gujarat.gov.in વેબસાઇટ પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચુક જોતા રહેવું.

જગ્યાઓની વિગતો:

ઉમેદવારે અરજીપત્રક ભરવા માટેઃ-

Tags :
GSSSB Bharti 2024GSSSB Recruitment 2024Gujarat GSSSB Recruitment 2024
Next Article