સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

GSSSB Bharti 2023: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં 1246 જગ્યાઓ પર ભરતી, છેલ્લી તારીખ 2 ડિસેમ્બર છે

10:38 AM Nov 11, 2023 IST | admin

GSSSB Bharti 2023: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જુદા જુદા વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ હસ્તકની કચેરીઓમાં વર્ગ-૩ના જુદા જુદા તાંત્રિક સંવર્ગોની નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી/ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં 1246 જગ્યાઓ પર ભરતી

આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર તા.૧૭/૧૧/૨૦૨૩ (૧૪-૦૦ કલાક) થી તા.૦૨/૧૨/૨૦૨૩ (સમય રાત્રીના ૧૧-૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત (આગળ ફકરા નં-૭ માં દર્શાવેલ) આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની https://gsssb.gujarat.gov.in વેબસાઇટ પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચુક જોતા રહેવું.

GSSSB Bharti 2023

જગ્યાઓની વિગતો:-

  1. સર્વેયર વર્ગ-3 (મહેસૂલ વિભાગ) 412
  2. સીનીયર સર્વેયર વર્ગ-3 97
  3. પ્લાનીંગ આસીસ્ટન્ટ વર્ગ-3 65
  4. સર્વેયર વર્ગ-3 60
  5. વર્ક આસીસ્ટન્ટ વર્ગ-3 574
  6. ઓકયુપેશંલ થેરાપીસ્ટ વર્ગ-3 06
  7. સ્ટરીલાઇઝર ટેકનીશીયન વર્ગ-3 01
  8. કન્યાન તાંત્રીક મદદનીશ વર્ગ-3 17
  9. ગ્રાફીક ડીઝાઇનર વર્ગ-3 04
  10. મશીન ઓવરશીયર વર્ગ-3 02
  11. વાયરમેન વર્ગ-3 05
  12. જુનીયર પ્રોસેસ આસીસ્ટન્ટ વર્ગ-3 03

અરજી કરવાની રીત :-

આ જાહેરાતના સંદર્ભમાં મંડળ ધ્વારા ઓન લાઈન અરજી જ સ્વીકારવામાં આવશે. જે અન્વયે ઉમેદવારો તા.૧૭/૧૧/૨૦૨૩ (બપોરના ૧૪-૦૦ કલાક) થી તા.૦૨/૧૨/૨૦૨૩

(સમય રાત્રીના ૨૩-૫૯ કલાક સુધી) દરમ્યાન "https:// ojas.gujarat.gov.in" વેબસાઈટ પર ઓન-લાઈન અરજીપત્રક ભરી શકશે. ઉમેદવાર એક સંવર્ગ માટે એક જ અરજી કરી શકશે. તેમ છતાં કોઇ ઉમેદવાર એક કરતાં વધુ અરજી રજીસ્ટર્ડ કરશે તો તેવા ઉમેદવારોના કિસ્સામાં સૌથી છેલ્લે કન્ફર્મ થયેલી અરજી માન્ય ગણીને તે સિવાયની બાકીની તમામ અરજીઓ રદ થશે. આ બાબતની વિગતવાર સુચના અરજી કરવાની રીતના પેટા મુદ્દા નં. (૧૪) માં પણ આપેલ છે.

ઉમેદવારે અરજીપત્રક ભરવા માટેઃ-

નોંધ:-

જાહેરાત ક્રમાંકઃ ૨૧૩/૨૦૨૩૨૪ થી ૨૨૪/૨૦૨૩૨૪ સામેના સંવર્ગના ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ ઓનલાઈન અરજી ભરવા સંબંધિત કોઈ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળની કચેરીના ફોન નંબર:-૦૭૯- ૨૩૨૫૮૯૧૬ પર સંપર્ક કરી શકાશે.

પરીક્ષા ફી:-

→ ફોર્મ ભરતી વખતે " General “ કેટેગરી Select કરી હોય (દર્શાવી હોય) તેવા (PH તથા . Ex. Servicemen કેટેગરી સિવાયના) તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે. OJAS ત વેબસાઈટ પરથી ઓનલાઈન ફી ભરવા માટેની છેલ્લી તા.૦૫/૧૨/૨૦૨૩ (૨૩-૫૯ કલાક) સુધીની રહેશે.

અનામત કક્ષાના ઉમેદવાર જો બિન-અનામત જગ્યા માટે અરજી કરે તો પણ તેમણે પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં. પરંતુ પરીક્ષા ફી માંથી મુક્તિ માટે જે તે અનામત વર્ગના ઉમેદવારોએ ઓન-લાઇન એપ્લીકેશનમાં પોતાની કેટેગરી દર્શાવવાની રહેશે. અન્યથા પરીક્ષા ફી ભરવાની રહેશે. અરજી ફોર્મમાં નીચે મુજબની કેટેગરી Select કરનાર ઉમેદવારોએ કોઇપણ પ્રકારની પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં.

જે ઉમેદવારોએ ફી ભરવાની છે તેવા ઉમેદવારો જયારે OJAS વેબસાઇટ પર પોતાની અરજી સબમીટ કરે ત્યારે તેઓને પરીક્ષા ફી ભરવા માટે ફરજીયાત ઓન-લાઇન ભરવાની રહેશે. ઓન-લાઇનના માધ્યમથી ફી ભરવા માટે OJAS વેબસાઇટ પર Online Application Print Application Form / Pay Fees Click Online Payment માટેના Options દેખાશે. જેમાં Online Payment of Fees પર Click કરવું. જેમાં ડેબિટ કાર્ડ (Debit Card), ઇન્ટરનેટ બેંકિંગ (Internet Banking), UPI અથવા વૉલેટ (Wallets) દ્વારા ભરવાની રહેશે. આ ચાર માધ્યમ પૈકીના કોઇ પણ એક માધ્યમ દ્વારા ફી ભર્યા બાદ રીસીપ્ટ જનરેટ થશે, જેની પ્રિન્ટ મેળવી લેવાની સુચના મળશે. ઉમેદવારોએ આ રીસીપ્ટની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. Online Application ટેબમાં Print Application Form / Pay Fees પર click કર્યા બાદ Online Payment Reciept પર ક્લીક કરવાથી પણ રીસીપ્ટની પ્રિન્ટ મેળવી શકાશે. ઓનલાઇન માધ્યમથી ફી ભરનાર ઉમેદવારે પરીક્ષા ફી પેટે રૂ.૧૦૦ અને નિયમોનુસાર ટ્રાન્ઝેક્શન ફી ભરવાની રહેશે.

પરીક્ષા ફી ભર્યા બાદ રીફંડ મળવાપાત્ર નથી તેમજ તે ફી અન્ય કોઇ પરીક્ષા માટે અનામત તરીકે રાખવામાં આવશે નહીં. પરીક્ષા ફી ભરવાપાત્ર ઉમેદવારોની ફી ભર્યા વગરની અરજી માન્ય રહેશે નહીં. " General″ કેટેગરી Select કરનાર (શારીરિક ખોડખાંપણ તથા માજી સૈનિક કેટેગરી સિવાયના) ઉમેદવારો ફી ભરવાની નિયત સમયમર્યાદામાં પરીક્ષા ફી નહીં ભરે તો તેવા ઉમેદવારોનું અરજી ફોર્મ કોઇપણ જાતની જાણ કર્યા વગર મંડળ દ્વારા ‘“રદ’’ કરવામાં આવશે.

વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત

GSSSB Bharti 2023 Official Notification: ગૌણ સેવા ભરતીની ઓફિસિયલ નોટિફિકેશન અહીં ક્લિક કરી મેળવી શકશો તથા ફોર્મ ભરવા માટે ઓજસ વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પરથી ભરી શકશો. ફોર્મ ભરવાની તારીખ 17/11/2023 છે, એટલે કે 17 તારીખ થી ઓજસ માં ફોર્મ ભરી શકશો.

Tags :
GSSSB Bharti 2023GSSSB Recruitment 2023GSSSB Recruitment Calendrer 2023-24
Next Article