For the best experience, open
https://m.socioeducations.com
on your mobile browser.
Advertisement

Electoral bond data released: ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડ નો ડેટા જાહેર કર્યો, 763 પેજની બે જાહેર

10:52 PM Mar 14, 2024 IST | Natvar Jadav
Advertisement
electoral bond data released  ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડ નો ડેટા જાહેર કર્યો  763 પેજની બે જાહેર
Electoral bond data released: ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડ નો ડેટા જાહેર કર્યો, 763 પેજની બે જાહેર

Electoral bond data released: ચૂંટણીપંચે ગુરુવારે (14 માર્ચ) પોતાની વેબસાઈટ પર ઈલેક્ટોરલ બોન્ડના તમામ ડેટા જાહેર કર્યા હતા. વેબસાઇટ પર 763 પેજની બે યાદી અપલોડ કરવામાં આવી છે. સૂચિમાં બોન્ડ ખરીદનારાઓ વિશેની માહિતી શામેલ છે. બીજામાં રાજકીય પક્ષો દ્વારા મેળવેલા બોન્ડની વિગતો છે. સુપ્રીમ કોર્ટે પંચને આ ડેટા 15 માર્ચ સુધીમાં સાર્વજનિક કરવાનો આદેશ આપ્યો હતો.

આ પહેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ચેરમેન દિનેશ કુમારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. કહેવામાં આવ્યું હતું કે 11 માર્ચે સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર ચૂંટણીપંચને ચૂંટણી બોન્ડ સંબંધિત ઉપલબ્ધ માહિતી આપવામાં આવી છે.

SBI ચેરમેને કહ્યું- અમે પેન ડ્રાઈવમાં બે ફાઈલો ECIને આપી છે. એક ફાઇલમાં બોન્ડ ખરીદનારાઓની વિગતો હોય છે. તેમાં બોન્ડની ખરીદીની તારીખ અને રકમનો ઉલ્લેખ છે. બીજી ફાઇલમાં રાજકીય પક્ષો દ્વારા બોન્ડને રોકડ કરવામાં આવ્યા હોવાની માહિતી છે. એન્વેલોપમાં 2 PDF ફાઇલો પણ છે. આ PDF ફાઇલો પેન ડ્રાઇવમાં પણ રાખવામાં આવી છે, તેને ખોલવાનો પાસવર્ડ પણ એન્વલપમાં આપવામાં આવ્યો છે.

Electoral bond data released

SBIના એફિડેવિટ મુજબ, 1 એપ્રિલ, 2019થી 15 ફેબ્રુઆરી, 2024 સુધીમાં 22 હજાર 217 ચૂંટણી બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. તેમાંથી 22,030 બોન્ડના નાણાં રાજકીય પક્ષો દ્વારા રિડિમ કરવામાં આવ્યા છે. પક્ષોએ 15-દિવસની માન્યતાની અંદર 187 બોન્ડને રિડિમ કર્યા ન હતા, જેની રકમ પ્રધાનમંત્રી રાહત ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

ઇલેક્ટોરલ બોન્ડ શું છે?

2017ના બજેટમાં તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ Electoral bond સ્કીમ રજૂ કરી હતી. કેન્દ્ર સરકારે એને 2 જાન્યુઆરી 2018ના રોજ સૂચિત કર્યું. આ એક પ્રકારની પ્રોમિસરી નોટ છે, જેને બેંક નોટ પણ કહેવામાં આવે છે. કોઈપણ ભારતીય નાગરિક કે કંપની તેને ખરીદી શકે છે.

જો તમે એને ખરીદવા માગો છો તો તમને એ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નિયત કરેલી શાખામાં મળશે. ખરીદનાર પોતાની પસંદગીના પક્ષને આ બોન્ડ દાન કરી શકે છે. માત્ર તે પક્ષ આ માટે લાયક હોવો જોઈએ.

પેન ડ્રાઈવમાં બે ફાઈલ ECIને આપી

પેન ડ્રાઈવમાં બે ફાઈલ ECIને આપી છે. એક ફાઇલમાં બોન્ડ ખરીદનારાઓની વિગતો હોય છે. એમાં બોન્ડની ખરીદીની તારીખ અને રકમનો ઉલ્લેખ છે. બીજી ફાઇલમાં રાજકીય પક્ષો દ્વારા બોન્ડને એન્કેસ કરવામાં આવ્યા હોવાની માહિતી છે.

પરબીડિયામાં 2 PDF ફાઇલો પણ છે. આ પીડીએફ ફાઇલો પેન ડ્રાઇવમાં પણ રાખવામાં આવી છે, એને ખોલવાનો પાસવર્ડ પણ એમાં આપવામાં આવ્યો છે. SBIએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે જે પક્ષકારોએ 15 દિવસની વેલિડિટીની અંદર Electoral bondને રોકડ કરાવ્યા નથી તેમની રકમ પ્રધાનમંત્રી રાહત ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.

12 એપ્રિલ, 2019થી અત્યાર સુધીમાં ખરીદેલા ઈલેક્ટોરલ બોન્ડ ની માહિતી

SBIએ કોર્ટને કહ્યું હતું- અમને બોન્ડ સંબંધિત માહિતી આપવામાં કોઈ સમસ્યા નથી, પરંતુ એમાં થોડો સમય જોઈએ છે. એના પર CJI ડીવાય ચંદ્રચૂડે પૂછ્યું હતું- તમે છેલ્લી સુનાવણી (15 ફેબ્રુઆરી)થી 26 દિવસમાં શું કર્યું?

સુપ્રીમ કોર્ટે SBIના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરને એફિડેવિટ દાખલ કરવા જણાવ્યું કે બેંક આપેલા આદેશોનું પાલન કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે અત્યારે કોઈ કન્ટેમ્પ નથી લગાવતા, પરંતુ અમે SBIને નોટિસ આપી રહ્યા છીએ કે જો આજના આદેશનું સમયસર પાલન કરવામાં નહીં આવે તો અમે તેની સામે કાયદાકીય પગલાં લઈ શકીએ છીએ.

હકીકતમાં 15 ફેબ્રુઆરીએ સુપ્રીમના 5 જજની બંધારણીય બેન્ચે ચૂંટણી બોન્ડના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. ઉપરાંત SBIને 12 એપ્રિલ, 2019થી અત્યારસુધીમાં ખરીદેલા Electoral bondની માહિતી 6 માર્ચ સુધીમાં ચૂંટણીપંચને આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

4 માર્ચે SBIએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને એની માહિતી આપવા માટે 30 જૂન સુધીનો સમય માગ્યો હતો. આ સિવાય કોર્ટ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ની અરજી પર પણ સુનાવણી કરશે, જેમાં 6 માર્ચ સુધી માહિતી ન આપવા બદલ SBI સામે તિરસ્કારનો કેસ દાખલ કરવાની માગ કરવામાં આવી છે.

ઈલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ક્યારે થઈ?

  • 15 ફેબ્રુઆરી 2024: સુપ્રીમ કોર્ટે તાત્કાલિક અસરથી રાજકીય ભંડોળ માટે Electoral bond યોજના પર પ્રતિબંધ મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું- આ યોજના ગેરબંધારણીય છે. બોન્ડની ગુપ્તતા જાળવવી એ ગેરબંધારણીય છે. આ યોજના માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે.
  • 2 નવેમ્બર 2023: સુપ્રીમ કોર્ટે Electoral bond સ્કીમ કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો. જોકે આગામી સુનાવણીની તારીખ જણાવવામાં આવી નથી. અદાલતે પક્ષોને મળેલા ભંડોળના ડેટાને જાળવી ન રાખવા બદલ ચૂંટણીપંચ સામે નારાજગી વ્યક્ત કરી હતી. પંચે રાજકીય પક્ષોને 30 સપ્ટેમ્બર સુધીમાં શક્ય એટલી વહેલી તકે ચૂંટણી બોન્ડ મારફત મળેલી રકમની માહિતી આપવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
  • 1 નવેમ્બર, 2023: સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે Electoral bondથી રાજકીય દાનમાં પારદર્શિતા આવી છે. દાતાઓ ઇચ્છતા નથી કે અન્ય પક્ષને તેમના દાન વિશે ખબર પડે. આનાથી તેમના પ્રત્યે અન્ય પક્ષની નારાજગી વધશે નહીં. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો આવું છે તો શાસક પક્ષ વિપક્ષના દાનની માહિતી કેમ લે છે? વિપક્ષ ડોનેશનની માહિતી કેમ નથી લઈ શકતો?
  • 31 ઓક્ટોબર 2023: પ્રશાંત ભૂષણે દલીલો રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ બોન્ડ માત્ર લાંચ છે, જે સરકારના નિર્ણયોને અસર કરે છે. જો કોઈ નાગરિકને ઉમેદવારો, તેમની મિલકતો, તેમના ગુનાહિત ઈતિહાસ વિશે જાણવાનો અધિકાર છે, તો તેણે એ પણ જાણવું જોઈએ કે રાજકીય પક્ષોને કોણ ભંડોળ પૂરું પાડે છે?

ઇલેક્ટોરલ બોન્ડ ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો?

2017માં અરુણ જેટલીએ એને રજૂ કરતી વખતે દાવો કર્યો હતો કે તે રાજકીય પક્ષોના ભંડોળ અને ચૂંટણી પ્રણાલીમાં પારદર્શિતા લાવશે. કાળાં નાણાં પર અંકુશ આવશે. બીજી તરફ, એનો વિરોધ કરનારાઓનું કહેવું છે કે Electoral bond ખરીદનારી વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવતી નથી, જેના કારણે એ ચૂંટણીમાં કાળાં નાણાંનો ઉપયોગ કરવાનું માધ્યમ બની શકે છે.

બાદમાં આ યોજનાને 2017માં જ પડકારવામાં આવી હતી, પરંતુ સુનાવણી 2019માં શરૂ થઈ હતી. 12 એપ્રિલ, 2019ના રોજ, સુપ્રીમ કોર્ટે તમામ રાજકીય પક્ષોને 30 મે, 2019 સુધીમાં ચૂંટણીપંચને એક પરબીડિયામાં ચૂંટણી બોન્ડ સંબંધિત તમામ માહિતી સબ્મિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે કોર્ટે આ યોજનાને અટકાવી ન હતી.

પાછળથી ડિસેમ્બર, 2019માં પિટિશનર એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ યોજના પર સ્ટે મૂકવા માટે અરજી દાખલ કરી, જેમાં મીડિયાના અહેવાલોને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે ચૂંટણીપંચ અને રિઝર્વ બેંકની Electoral bond યોજના અંગેની ચિંતાઓને કેન્દ્ર સરકાર દ્વારા કેવી રીતે અવગણવામાં આવી હતી.

763 બે યાદી અપલોડ કરવામાં આવી છે જે યાદી જાહેર કરવામાં આવી છે તે યાદીની PDF જોવા માટે અહીં થી જોઈ શકો છો, 337 પેજની યાદી માટે અહીં ક્લિક કરો અને 426 પેજની યાદી જોવા માટે અહીં ક્લિક કરો.