સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

Digital Gujarat Scholarship 2023: ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023, અહીંથી ફોર્મ ભરો

04:01 PM Nov 03, 2023 IST | admin
Gujarat Scholarship 2023 - Digital Gujarat scholarship Portal Online Forms, Last Date, Eligibility criteria, application process and rewards

Digital Gujarat Scholarship 2023: નિયામકશ્રી, વિકસિત જાતિ કલ્યાણ/આદિજાતિ વિકાસની કચેરી/અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2023 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ધોરણ 11-12, ડિપ્લોમા, આઈટીઆઈ, સ્નાતક, અનુસ્નાતક, પીએચડી,એમફીલ કક્ષાના અભ્યાસક્રમની વર્ષ 2023-24 ની શિષ્યવૃત્તિ મેળવવા માટે Digital Gujarat Portal પર તારીખ 22, સપ્ટેમ્બર 2023 થી અરજી કરવાની રહેશે.

Digital Gujarat Scholarship 2023

પોસ્ટ ટાઈટલડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023
પોસ્ટ નામગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2023
લાભ કોને મળશે?OBC, EBC, DNT, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ
ફોર્મ શરૂ તારીખ22, સપ્ટેમ્બર 2023
ફોર્મ છેલ્લી તારીખ5, નવેમ્બર 2023
સત્તાવાર વેબસાઈટhttps://www.digitalgujarat.gov.in
અરજી પ્રકારઓનલાઈન

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023: વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી કરવા માટેની પ્રાથમિક સમજ નીચે મુજબ આપવામાં આવે છે. વિદ્યાર્થીએ વધુ માહિતી માટે “ડિજિટલ ગુજરાત પોર્ટલ” પર ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે ઓનલાઈન અરજી કરવા અંગેની અગત્યની માર્ગદર્શક સૂચનાઓ અને યોજનાઓની વિગત વાંચવાની રહેશે જે ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાશે.

ગુજરાત પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના 2023

ગુજરાત પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના 2023: ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2023 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ધોરણ 11-12, ડિપ્લોમા, આઈટીઆઈ, સ્નાતક, અનુસ્નાતક, પીએચડી,એમફીલ કક્ષાના અભ્યાસક્રમની વર્ષ 2023 ની શિષ્યવૃત્તિ મેળવવા માટે Digital Gujarat Portal પર તારીખ 22, સપ્ટેમ્બર 2023 થી 5, નવેમ્બર 2023 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના OBC, EBC અને DNT વિદ્યાર્થી

નિયામક, વિકસિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ખાતા હસ્તકની કેન્દ્ર પુરસ્કૃત PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (PM YASASVI) અમ્બ્રેલા યોજના પૈકી Post Matric Scholarship for OBC,EBC અને DNT વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજનાનો અમલ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત કરવાનો થાય છે. વિકસિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ધોરણ 11-12, ડિપ્લોમા, આઈટીઆઈ, સ્નાતક, અનુસ્નાતક, એમફીલ, પીએચડી કક્ષાના અભ્યાસક્રમ માટે કુલ 10 યોજનાઓની જગ્યાએ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, નવી દિલ્હી અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર હેઠળ નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કેન્દ્ર પુરસ્કૃત PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (PM YASASVI) અમ્બ્રેલા યોજના પૈકી Post Matric Scholarship for OBC,EBC અને DNT વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજનાનો અમલ કરવાનો થાય છે.

જે અંતર્ગત રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 11 અને 12 અને રાજ્યની સરકારી/ગ્રાંટ-ઇન-એઇડ/ખાનગી કોલેજ/સંસ્થામાં અભ્યાસ કરતા OBC,EBC અને DNT જાતિના વિદ્યાર્થીઓ કે જેઓના માતા-પિતા/વાલીની વાર્ષિક આવક મર્યાદા રૂ. 2,50,000/- થી વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓને નિયમોનુસાર નક્કી થયેલ ગ્રુપવાર મળવાપાત્ર પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ લાભ આપવા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અગાઉના વર્ષોની જેમ જ વર્ષ 2022-23 માટે વિદ્યાર્થી પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. PM YASASVI Post Matric Scholarship for OBC,EBC અને DNT વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજના તેમજ અન્ય નીચે મુજબ પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના હેઠળ પણ અગાઉના વર્ષોના જેમ જ વર્ષ 2022-23 માં વિકસતી જાતિના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા વિચરતી-વિમુક્તિ જાતિના વિદ્યાર્થીઓને નિયામોનુસાર શિષ્યવૃત્તિ લાભ આપવા ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે અરજીઓ મંગાવવામાં આવે છે.

OBC, EBC અને DNT વિદ્યાર્થી માટે

PM YASASVI Post Matric Scholarship for OBC,EBC અને DNT વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજના

SC (અનુસૂચિત જાતિ) વિદ્યાર્થી માટે

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023 રજીસ્ટ્રેશન

ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
Next Article