સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

PM Pranam Scheme: ખેડૂતોના કલ્યાણ માટે 3.70 લાખ કરોડ ખર્ચાશે, શું છે પીએમ પ્રણામ યોજના

04:42 PM Jun 28, 2023 IST | admin
ખેડૂતોના કલ્યાણ માટે 3.70 લાખ કરોડ ખર્ચાશે

PM Pranam Scheme: કેન્દ્રીય કેબિનેટે ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટે 3.70 લાખ કરોડના ખર્ચવાળી PM-PRANAM યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યોને વૈકલ્પિક ખાતરોને પ્રમોટ કરવા માટે ગ્રાન્ટ આપશે, આ રીતે ખેડૂતોને પણ વૈકલ્પિક ખાતરો મળશે અને તે પણ સસ્તા ભાવે.

કેન્દ્રીય કેબિનેટે આપી PM-PRANAM યોજનાને મંજૂરી

PM Pranam Scheme યોજનાની મંજૂરીની માહિતી ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ આપી હતી. માંડવિયાએ જણાવ્યું હતું કે, કેબિનેટે બુધવારે વૈકલ્પિક ખાતરોને પ્રોત્સાહન આપવા રાજ્યોને પ્રોત્સાહિત કરવા માટે નવી યોજના પીએમ-પ્રણામને મંજૂરી આપી છે. સરકારે આ યોજના માટે 3.68 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ અંતર્ગત રાજ્યોને આર્થિક મદદ કરવામાં આવશે અને રાજ્યો ખાતરની વ્યવસ્થાને મજબૂત બનાવી શકશે.

ખેડૂતો માટે અનોખા પેકેજની જાહેરાત

ખેડૂતોને શું ફાયદો થશે?

PM Pranam Schemeથી ભારતમાં એક કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થશે. ખાતરોના વિકલ્પોને પ્રોત્સાહન આપવાની સરકારની પહેલ ખેડૂતોને જમીનની ફળદ્રુપતા જાળવવા માટે ખર્ચ-અસરકારક અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પો પ્રદાન કરશે. ગોબર ધન યોજના કમ્પ્રેસ્ડ બાયો ગેસના ઉપયોગને પણ પ્રોત્સાહન આપશે, જે કચરો ઘટાડવામાં અને સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરવામાં મદદ કરશે.

શું છે PM પ્રણામ યોજના

2023ના બજેટમાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને વૈકલ્પિક ખાતરોના પ્રોત્સાહન અને રાસાયણિક ખાતરોના સંતુલિત ઉપયોગ માટે "પીએમ પ્રણામ યોજના" શરૂ કરવાની જાહેરાત કરી હતી. નાણાં મંત્રીએ તેમના ભાષણમાં જણાવ્યું હતું કે, "પીએમ પ્રોગ્રામ ફોર રિસ્ટોરેશન, અવેરનેસ, નરિશમેન્ટ એન્ડ એમિલિયોરેશન ઓફ મધર અર્થ ' (પીએમ પ્રણામ) વૈકલ્પિક ખાતરો અને રાસાયણિક ખાતરોના સંતુલિત ઉપયોગને પ્રોત્સાહન આપવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરવામાં આવશે.

Tags :
Fertiliser MinisterMansukh MandaviyaPM-PRANAM
Next Article