સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ | ગુજરાતનો ઇતિહાસ | જાણવા જેવું

09:47 AM Nov 03, 2023 IST | admin
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ | ગુજરાતનો ઇતિહાસ | જાણવા જેવું

સુરત જિલ્લામાં આવેલા બારડોલી તાલુકાની આ વાત છે. ઈ.સ. ૧૯૨૮માં અંગ્રેજ સરકારે બારડોલીના ખેડૂતો પર કરવેરામાં ૨૨% વધારો કરી દીધો. સરકારને ખેડૂતોએ રજૂઆત કરી. પણ અંગ્રેજ સરકાર પર કંઈ જ અસર ન થઇ. છેવટે ખેડૂતોએ સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું.બધા જ ખેડૂતો વલ્લભભાઈ પાસે ગયા, વિગતવાર બધી વાત કરી. વલ્ભભાઈને આ આંદોલનનું નેતૃત્વ સ્વીકારવા વિનંતી કરી. વલ્લભભાઈએ સત્યને ખાતર પોતાનું માથું ઉતારી આપનારા ખેડૂતોની યાદી માંગી. ખેડૂતોએ આ યાદીમાં હોંશભેર પોતાનાં નામ લખાવ્યા અને વલ્લભભાઈએ આ આંદોલનની આગેવાની સ્વીકારી. આંદોલન શરૂ થયું. રવિશંકર મહારાજ અને જુગતરામ દવે જેવા કાર્યકર્તાઓની મદદ મળી. કાર્યક્રમો અને સભાઓ થવા લાગી. ખેડૂતો નિર્ભય બની કાયદાનો ભંગ કરવા લાગ્યા. વલ્લભભાઈના જુસ્સાદાર અને હિંમતભર્યાં ભાષણોથી ખેડૂતોમાં શૂરાતન પ્રગટ્યું. હવે સરકારે નિર્દોષ લોકોની ધરપકડ શરૂ કરી. પોલીસે રવિશંકર મહારાજની ધરપકડ કરી. એમની પાછળ ઘણા લોકો જેલમાં જવા તૈયાર થયા.

Image From: WikiPedia

લોકોના મનમાંથી અંગ્રેજ સરકાર અને જેલનો ભય દૂર થયો. સત્યાગ્રહ પૂરજોશમાં ચાલી રહ્યો હતો. ગાંધીજી તે સમયે બારડોલી આવ્યા. ખેડૂતોમાં નવી ચેતના અને ઉત્સાહ ઉમેરાયા. સ્ત્રીઓ પણ સત્યાગ્રહમાં જોડાવા લાગી. પરિસ્થિતિ વધારે ને વધારે તંગ થતી હતી, તેમ તેમ સરકારની ચિંતા પણ વધતી જતી. છેવટે સરકારે નમતું જોખી સમાધાન કરવા વિચાર્યું.અંગ્રેજ સરકારે વલ્લભભાઈને પૂના બોલાવ્યા. ખેડૂત પ્રતિનિધિઓની હાજરીમાં જ ન્યાયપૂર્ણ મહેસૂલ નક્કી કરવામાં આવ્યું. આ સત્યાગ્રહથી વલ્લભભાઈને સરદાર'નું બિરુદ મળ્યું.

ગુજરાતનો ઇતિહાસ જાણવા જેવું

લોકોએ રેલવેનાં વેંગની અને સરકારી તિજોરીમાંથી લૂંટ કરી. મુંબઈથી ગૌરા લશ્કરની ટ્રેનને અમદાવાદ જતી અટકાવવા નડિયાદના યુવાનોએ રેલના પાટા ઉખાડી નાખ્યા. આણંદમાં ૧૩ એપ્રિલે લોકોએ હડતાળ પાડી, અંગ્રેજ સ્ટેશન માસ્તર તથા વેન્ડરમાં માની બાળી નાખ્યાં. ગાંધીજીએ અમદાવાદ આવી, હિંસાના પ્રાયશ્ચિતરૂપે ત્રણ દિવસના ઉપવાસ કરી, સાંતિ સ્થાપી. અમદાવાદમાં ૨૧૭ માસી ઉપર કેસ કરીને ૧૦૯ જાને સજા કરવામાં આવી. વિરમગામમાં ૫૦ માણસો ઉપર કેસ કરીને ૨૭ જણને સજા કરવામાં આવી. ગાંધીજી નડિયાદ ગયા. ત્યાં તેમને લાગ્યું કે લોકોને કાયદાનો સવિનયભંગકરવા નોતરવામાં ઉતાવળ કરીને હિમાલય જેવડી ભૂલ હતી,

SocioEducations Homepageઅહીં ક્લિક કરો
યોજનાને લગતી માહિતી માટેઅહીં ક્લિક કરો
Tags :
general knowledgeજનરલ નોલેજનડિયાદ અને ખેડાની સુધરાઈઓનરેન્દ્ર મોદીબારડોલી સત્યાગ્રહસુરત જિલ્લામાં આવેલા બારડોલી તાલુકાની
Next Article