સરકારી નોકરીટેક મસાલાસરકારી યોજનાગુજરાતનું રાજકારણખેતીવાડીજાણવા જેવુંવિવિધ ફોર્મ
Advertisement

ગુજરાતનું લોકભરત, ગુજરાતનું ભરત-ગૂંથણ

04:10 PM Aug 11, 2022 IST | admin

ગુજરાતનું ભરત-ગૂંથણ કામ તેની સર્જનાત્મક અને બારીકાઈ માટે જાણીતું છે. ગુજરાતની આ તળપદી હસ્તકલા છે. ભાતીગળ લોકભરત અને મનોહર મોતીગૂંથણ એ સૌરાષ્ટ્ર અને કચ્છના ગ્રામપ્રદેશોનો આગવો કલાસંસ્કાર છે. રૂપાળા રંગોથી ઓપતું દૃશ્ય પરંપરાનું ભરત એ લોકનારીના દેહ, ઘરખોરડાં અને પશુઓનો આગવો શણગાર છે.

કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં “ખચીતમ્’” શબ્દ દ્વારા તે સૌયથી ભરેલા ભરતકામનો ઉલ્લેખ થયેલો મળે છે. સૌરાષ્ટ્રના લોકભરતમાં આવી ત્રિપાંખડીની ભાત “તીતીડા ભાત’” ના નામે આજે પણ ભરવામાં આવે છે. આજના ભરતકામની વિવિધ શ્રેણીઓ કચ્છ, સૌરાષ્ટ્રની તળપદ અનાર્ય પ્રજા અને બહારથી આવીને વસેલી અનેક જાતિઓ જેમકે કણબી, કોળી, મેર, આયર, પંચોળી, કારડિયા રાજપૂત, ખરક, સતવારા, પલેવાળ બ્રાહ્મણ, ખાંટ, ભરવાડ, રબારી, ચારણ કાઠી, ગરાસિયા, મોચીઓ તથા જત નારીઓના કલાકીય અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનમાંથી ઉદ્ભવી હોવાને કારણે સૌરાષ્ટ્રના લોકભરતમાં વિપુલ વૈવિધ્ય અને શોભન તેમજ ભાતરચનાની અપાર સમૃદ્ધિ સાંપડે છે.

ગુજરાતનું લોકભરત

ગુજરાતની ભરતકામની જાણીતી શ્રેણીઓમાં મોચીભરત, કાઠીભરત, મહાજન ભરત, કણબી ભરત, આહીર ભરત, રબારી ભરત, ચારણભરત, બખિયાં ભરત, ખાટ ભરત, બનાસકાંઠાની જુદી-જુદી કોમોના ભરત વગેરે આવી જાય છે.

આ બધી ભરત શ્રેણીઓમાં કચ્છનું ‘બન્ની’ ભરત સર્વશ્રેષ્ઠ ગણાયું છે. કચ્છી ભરતના રંગોનું આયોજન, સુઘડતા અને ઝીણવટભર્યા ટાંકી ઊડીને આંખે વળગે છે. ગુજરાતમાં ભરતકામની દૃષ્ટિએ સૌરાષ્ટ્ર, કચ્છ અને બનાસકાંઠાનો કેટલોક ભાગ ખૂબ જ સમૃદ્ધ ગણાય છે.

ભરતકામને એના વિવિધ ઉપયોગોની દૃષ્ટિએ ૪ વિભાગમાં વહેંચી શકાય -

(૧) સામાન્ય ચીજ-જણસો માટેનું સટરપટર ભરત (૨) પશુ-શણગારનું ભરત (૩) ઘર-શણગારનું ભરત (૪) સ્ત્રી પુરુષો અને બાળકોના પંડ શણગારનું ભરત

પોપટ, ફૂલ, કેવડા, આંબાડાળ, વેલીઓનાં આલેખનો મળે છે.

ખરક કોમની નારીના ચણિયા પર બાવળિયા, લાડવા, અદગલ પોટલિયા જેવી નાકાભરતની ભાતો વધારે જોવામાં આવે છે. પલેવાળ બ્રાહ્મણમાં અડદિયા અને કેવડાની ભાતો વધારે પસંદ કરવામાં આવે છે. રજપૂત કોમની સ્ત્રીઓ બાવળિયા, સિકલ અને આંગલા-પોપટની ભાતો ભરવાનો ખાસ આગ્રહ રાખે છે. મોચી ભરતમાં પહેલા રજવાડાઓનો દરબારમાં દીકરીઓને દાયજામાં અનેક જણસો તૈયાર કરાતી તેમાં ભરતકામ મોચી કસબીઓ તૈયાર કરતા. તેથી તે મોચીભરત તરીકે જાણીતું છે. હાલમાં આ ભરત રાતા, જાંબલી, સોનેરી, પીળા, સફેદ તેમજ કાળા હીરનાં દોરાનું
આરીથી તેમજ ઝીણી સોયથી ભરત ભરવામાં આવે છે.

ગુજરાતનું ભરત-ગૂંથણ

હોમ પેજઅહીં ક્લિક કરો
સરકારી યોજના અને નોકરીની માહિતી અહીં ક્લિક કરોઅહીં ક્લિક કરો
Tags :
ગુજરાતનું ભરત-ગૂંથણગુજરાતનું લોકભરત
Next Article